Gujarat માં કોરોનાના કેસમાં ઘટાડો, 30 જિલ્લા અને પાંચ મહાનગરમાં શૂન્ય કેસ

કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં 6-6 નોંધાયા છે. જયારે વડોદરામાં 4 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 11:39 PM

ગુજરાત(Gujarat) માં કોરોનાના(Corona)  કેસ સતત ઘટી રહ્યાં છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 17 કેસ નોંધાયા છે.જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ(Ahmedabad)  અને સુરતમાં 6-6  નોંધાયા છે. જયારે વડોદરામાં 4 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યના કુલ 30 જિલ્લા અને 5 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ(Active Case) ની સંખ્યા 151 પર પહોંચી છે.રાજ્યમાં વેન્ટિલેટર પર હવે કોરોનાના 6 દર્દીઓ છે.

ગુજરાતના સતત ઘટી રહેલા કોરોનાના કેસ વચ્ચે સરકારે વેકસિનેશન પર ભાર મૂક્યો છે. તેમજ જો રાજ્યમાં
રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5 લાખ 32 હજાર લોકોનું રસીકરણ કરાયું છે. જયારે રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 60 હજાર 879 લોકોનું રસીકરણ કરાયું.

જ્યારે અમદાવાદમાં 55 હજાર 630 લોકોએ રસી મુકાવી છે. આ તરફ વડોદરામાં 22 હજાર 447 અને રાજકોટમાં 25 હજાર 542 લોકોએ રસીકરણ કરાવ્યું છે. રાજ્યમાં કુલ 5 કરોડ 7 લાખનું રસીકરણ પૂર્ણ થયું છે.

ગુજરાતમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્ય સરકારે હવે આગામી દિવસોમાં ધોરણ 1 થી 5 ની શાળાઓમાં પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. જો કે આ અંગે સરકારે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી.

જો કે આગામી દિવસોમાં આવનારા ગણેશ મહોત્સવમાં પણ સરકારે અગમચેતીના ભાગરૂપે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની સૂચના આપી છે. તેમજ ગણેશ મહોત્સવમાં પણ મોટી પ્રતિમા અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યા છે.

આ પણ વાંચો : સુરતમાં વરસ્યો રાહતનો વરસાદ, ઉકાઈ ડેમની સપાટી 334 ફૂટને પાર

આ પણ વાંચો : Ganesh Utsav પૂર્વે રાજકોટ આરોગ્ય વિભાગે મોદકના નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલ્યા

Follow Us:
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">