ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રણ નગરોના રૂપિયા 5.62 કરોડના વિકાસ કાર્યોની સૈદ્ધાંતિક મંજૂરી આપી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રણ નગરોના રૂપિયા 5.62 કરોડના વિકાસ કાર્યોની સૈદ્ધાંતિક મંજૂરી આપી
Gujarat CM Bhupendra Patel

ગુજરાતમાં (Gujarat) સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જનભાગીદારી થકી હાથ ધરવાના આ કાર્યોમાં રાજ્ય સરકારનું યોગદાન 70 ટકા, ખાનગી સોસાયટીનું યોગદાન 20 ટકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું યોગદાન 10 ટકા રહે છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jun 23, 2022 | 4:43 PM

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Cm Bhupendra Patel)આજે ગુજરાતના ત્રણ નગરો- કરજણ,મોડાસા અને ખેરાલુમાં રુ. 5 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોને(Development Work)સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સૈદ્ધાંતિક મંજૂરીના પગલે કરજણ નગરપાલિકામાં 51 કામો હાથ ધરાશે, જ્યારે મોડાસા નગરપાલિકામાં રુ. 30 લાખથી વધુ રકમના વિકાસ કાર્યો હાથ ધરાશે. આ ઉપરાંત ખેરાલુ નગરપાલિકામાં રુ. 24 લાખથી વધુના ખર્ચે પાણી અને ગટરલાઈનની કામગીરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જનભાગીદારી થકી હાથ ધરવાના આ કાર્યોમાં રાજ્ય સરકારનું યોગદાન 70 ટકા, ખાનગી સોસાયટીનું યોગદાન 20 ટકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું યોગદાન 10 ટકા રહે છે.

રાજ્ય, સ્થાનિક સંસ્થા અને ખાનગી સોસાયટીની ભાગીદાર થકી હાથ ધરાય છે

આ પૂર્વે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રુ. 5 કરોડથી વધુ રકમના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્ય, સ્થાનિક સંસ્થા અને ખાનગી સોસાયટીની ભાગીદાર થકી હાથ ધરાય છે. જેમાં વિકાસ કાર્યો અંતર્ગત રાજ્ય,સોસાયટી અને સ્થાનિક સંસ્થાના યોગદાનનું પ્રમાણ 70 : 20 : 10 છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કરજણ નગર પાલિકામા 51 કામોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં સીસી રોડ અને પેવર બ્લોકના કામોનો સમાવેશ થાય છે. જ્યારે મોડાસા નગર પાલિકામાં રૂ 30 લાખથી વધુ કામોને મંજૂરી આપવામાં આવી છે. તેમજ ખેરાલુ નગર પાલિકામાં રૂપિયા 24 લાખથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ખેરાલુમાં પીવાના પાણી અને ગટર લાઈનના કામોને મંજૂરી આપવામાં આવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati