Gujarat માં કોરોના મૃત્યુ સહાય ચાર લાખ આપવા કેન્દ્ર સરકારને પત્ર લખવા કોંગ્રેસની માંગણી
ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યુ હતું કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કોરોનામાં મૃત્યુ પામનાર લોકોને રૂ. 4 લાખની સહાય આપવાની જોગવાઈ છે. રૂ. 4 લાખની સહાય આપવા માટે રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને ઝારખંડ સરકારોએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો અને રાજ્ય સરકારના હિસ્સા તરીકે રૂ. 1 લાખ આપવા આ સરકારો તૈયાર હતી
ગુજરાત વિધાનસભા(Gujarat Assembly) ગૃહમાં પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે(Shailesh Parmar) જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગમાં કુદરતી આફતો અંગે ગત બજેટમાં માત્ર રૂ. 15 કરોડની જોગવાઈ કરવામાં આવેલ અને તેની સામે જે કુદરતી આફતો આવી અને તે માટે સરકારે જે વધારાનો ખર્ચ કર્યો તેના માટે પૂરક માંગણીઓ લઈને આવ્યા છે. કોરોનાનો (Corona) કપરો કાળ અને કપરા કાળની અંદર લોકોને પડેલ મુશ્કેલીઓ અને જેના પરિવારમાં કોરોના થયો હોય તે પરિવારની શું દશા હોય તે આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. કોરોનાના સમયમાં લોકોને જે રાહત મળવી જોઈતી હતી એ રાહત સરકાર પૂરી ન પાડી શકી. કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિોના વારસદારોને સહાય આપવામાં પણ ભાજપ સરકારે પહેલ કરી નથી. સુપ્રિમ કોર્ટના ચુકાદાને આધારે કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારોને સહાય આપવા ભાજપ સરકાર મજબુર બની.
કોરોનામાં મૃત્યુ પામનાર લોકોને રૂ. 4 લાખની સહાય આપવાની જોગવાઈ
ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યુ હતું કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કોરોનામાં મૃત્યુ પામનાર લોકોને રૂ. 4 લાખની સહાય આપવાની જોગવાઈ છે. રૂ. 4 લાખની સહાય આપવા માટે રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને ઝારખંડ સરકારોએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો અને રાજ્ય સરકારના હિસ્સા તરીકે રૂ. 1 લાખ આપવા આ સરકારો તૈયાર હતી. આ વાત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને કરી હતી. રાજ્ય સરકાર કાયમ પૂછ્યા કરે છે કે તમારી પડોશી સરકારે શું કર્યું ? તમારી કોંગ્રેસની સરકારે શું કર્યું ? ત્યા રે મારે રાજ્ય સરકારને પૂછવું છે કે રાજ્ય સરકારે કોઈ પત્ર દેશના પ્રધાનમંત્રી કે જે ગુજરાતી છે અને જ્યારે કોરોનામાં ગુજરાતીઓ મૃત્યુ્ પામ્યા છે ત્યારે ગુજરાતીઓની ચિંતા કરવા માટે કોઈ પત્ર લખ્યો છે ખરો ?
અકસ્મારતમાં મૃત્યુ પામનારને, વાવાઝોડામાં મૃત્યું પામે તો રૂ. 4 લાખની સહાય અપાય છે પરંતુ કોરોના મહામારીમાં મૃત્યુ પામનારને કેમ નહીં ? સુપ્રિમ કોર્ટનો આભાર માનીએ છીએ કે તેમણે ચુકાદો આપ્યો અને કોરોનામાં મૃત્યુ્ પામનારના પરિવારજનોને રૂ. 50 હજારની સહાય મળી.
કોરોનાનો કાળ હતો હોસ્પિેટલોમાં જગ્યા નહોતી
ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોરોનાનો પ્રશ્ન આવે ત્યારે ગુજરાતની ભાજપ સરકારનો પારદર્શક વહીવટ ખુલ્લો પડે છે. રાજ્ય્ સરકાર હંમેશા એમ કહે કે કોંગ્રેસવાળા કાયમ અમારી ટીકા જ કરે છો, પરંતુ અમારું કામ ટીકા કરવાનું નથી પણ સરકારની અણઆવડત હોય, કંઈ ખોટું કરતી હોય, કંઈ છુપાવતી હોય એને ઉજાગર કરવાનું કામ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારું છે. જ્યારે કોરોનાનો કાળ હતો, હોસ્પિેટલોમાં જગ્યા નહોતી, ત્યારે તત્કાાલીન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કહ્યું હતું કે, સરકારી અધિકારીઓ ખોટી માહિતી આપી રહ્યા છે ત્યારે અમારી વાત એમના ગળે ઉતરતી ન હતી.
ભાજપ સરકારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે 1,07, 000 લોકાના મૃત્યુ છુપાવ્યા
સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યો અને આજે રૂ. 50 હજારની સહાય આપવાની વાત કરી ત્યારે રાજ્ય સરકારે ગુજરાતમાં જે અસત્ય વાત કરી છે તે મુજબ કોરોનામાં મૃત્યુ પામેલાઓની સંખ્યા 10 116 છે પરંતુ રૂ. 50 હજારની સહાય આપવાની વાત થઈ અને રાજ્યઆ સરકારે રૂ. 585 કરોડની વધારાની માંગણી લઈ આવ્યા અને તેની ચૂકવણી કરી એનો મતલબ એ થાય છે કે સરકારે 10,116 લોકોના મૃત્યુ સામે 1,17, 000 વારસદારોને આ રકમ ચૂકવી છે. કોરોના કાળમાં ભાજપ સરકારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે 1,07, 000 લોકાના મૃત્યુ છુપાવીને ગુજરાતની પ્રજા સામે અસત્ય વાત કરી છે તેનો ભાજપ સરકાર ખુલાસો કરે. કોંગ્રેસ પક્ષ વતી માંગણી કરું છું અને રૂ. 50 હજારને બદલે રૂ. 4 લાખની સહાય આપવા અને તે માટે કેન્દ્ર સરકારને પત્ર લખવા પણ માંગણી કરું છું.
આ પણ વાંચો : Dang માં તાપી-પાર- નર્મદા રિવર લિંકને લઈને શુક્રવારે વિરોધ રેલીનું આયોજન, આદિવાસી લોકો મોટી સંખ્યામાં જોડાશે
આ પણ વાંચો : Kutch: ચાર રાજ્યોમાં ભાજપની જીતનો ઉત્સાહ, મુન્દ્રામાં બુલડોઝર સાથે રાખી અનોખી ઉજવણી