Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang માં તાપી-પાર- નર્મદા રિવર લિંકને લઈને શુક્રવારે વિરોધ રેલીનું આયોજન, આદિવાસી લોકો મોટી સંખ્યામાં જોડાશે

ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના સળગતા પ્રશ્ન સમાન પાર-તાપી-નર્મદા લિંક મુદ્દે સ્થાનિક આદિવાસી આગેવાનોએ ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. તેમણે આ યોજનાને આદિવાસી સમાજના બહોળા હિતમા રદ કરવાની માંગ કરી હતી

Dang માં તાપી-પાર- નર્મદા રિવર લિંકને લઈને શુક્રવારે વિરોધ રેલીનું આયોજન, આદિવાસી લોકો મોટી સંખ્યામાં જોડાશે
Tapi-Par-Narmada river link Project (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 6:03 PM

ગુજરાતના આદિવાસી વિસ્તાર ડાંગ(Dang)  અને દક્ષિણ ગુજરાતમાં તાપી- પાર- નર્મદા રિવર લિંકને(Tapi Par Narmada link)  લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. જેમાં ડાંગ જિલ્લામાં શુક્રવારે વિરોધ રેલીનું(Rally) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ,તાપી ,વલસાડ અને ભરૂચના 25000થી વધુ આદિવાસીઓ રેલીમાં જોડાય તેવી શકયતા છે. આ ઉપરાંત સતત 8 દિવસ રાત્રી સભા યોજી લોકોને ડેમ વિરોધી રેલીમાં ભાગ લેવા અને ડાંગ બચાવો, ડેમ હટાવો કાર્યક્રમમાં જોડાવવા અપીલ કરશે. આ અંગે આદિવાસી નેતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જીગ્નેશ મેવાણી રેલીનું નેતૃત્વ કરશે. તેમજ સરકાર જ્યાં સુધી તાપી પાર નર્મદા રિવર લિંક યોજના રદ કર્યાની સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા આંદોલન સમિતિએ જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારે બજેટમાં જાહેર કરેલી યોજનાને પડતી મુકવા  સરકારને રજૂઆત કરાશે

ઉલ્લેખનીય છે કે, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના સળગતા પ્રશ્ન સમાન પાર-તાપી-નર્મદા લિંક મુદ્દે સ્થાનિક આદિવાસી આગેવાનોએ ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. તેમણે આ યોજનાને આદિવાસી સમાજના બહોળા હિતમા રદ કરવાની માંગ કરી હતી. જો કે કેન્દ્ર સરકારે બજેટમાં જાહેર કરેલી યોજનાને પડતી મુકવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવી પડશે. જે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખે સ્થાનિક આગેવાનોને ખાતરી આપી હતી.

કેન્દ્રીય મંત્રી દ્વારા બજેટમાં રીવર લિંકીંગ પ્રોજેક્ટનો ઉલ્લેખ

પાર-તાપી-નર્મદા રિવર લિંકીંગ પ્રોજેક્ટમાં સાત જેટલા ડેમો બનવા જઇ રહ્યા છે. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનવા જઇ રહ્યા છે. જેના વિરોધમાં જુદા જુદા આદિવાસી સંગઠન સહિત રાજકીય આગેવાનો પણ ડેમ હટાવો ડાંગ બચાવોના સુત્રોની સાથે આદિવાસી સંગઠન સમિતિ સાથે આગળ આવ્યા છે.લોકસભામાં બજેટની ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી દ્વારા બજેટમાં રીવર લિંકીંગ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા દક્ષિણ ગુજરાત ના લોકોમાં આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે, પાર-તાપી-નર્મદા લિંકીંગ પ્રોજેક્ટ ના વિરોધમાં લડવા માટે પચ્ચીસ સભ્યોની એક મહત્ત્વપૂર્ણ કમિટી બનાવવામાં આવી છે અને ગામેગામ વિરોધ કાર્યક્રમો શરૂ કરી દેવાયા છે.

Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?

પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાની છે

જેમાં થોડા દિવસ અગાઉ વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 72 ગામો પૈકી ડુબાણમાં આવતા જામલાપાડા-રંભાસ ખાતે આદિવાસી સંઘર્ષ સાથે એક બિનરાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આદિવાસી સંગઠનની સાથે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા ઉપસ્થિત રહ્યા હતા. અને તાપી પાર રિવર લિંક અંતગર્ત ડુબાણમાં જતા પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાની છે.

આ પણ વાંચો : રાજ્ય સરકારે માસ્કને આવકનું સાધન બનાવ્યું, બે વર્ષમાં 249.10 કરોડથી વધુની રકમ વસુલી લીધી

આ પણ વાંચો : RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક 11 માર્ચે અમદાવાદમાં યોજાશે

આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">