કેન્દ્ર-રાજ્યના રેલ્વે સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે ઇન્સ્ટીટયુશનલાઇઝડ વ્યવસ્થા વિકસાવવા મુખ્યમંત્રીનું સૂચન

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ અન્વયે ગુજરાતમાં 98.7 ટકા જમીન સંપાદન કાર્ય રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના સક્રિય સહયોગથી પૂર્ણ થઇ ગયું છે તેની કેન્દ્રીય મંત્રીએ સરાહના કરી મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કર્યો હતો.

કેન્દ્ર-રાજ્યના રેલ્વે સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે ઇન્સ્ટીટયુશનલાઇઝડ વ્યવસ્થા વિકસાવવા મુખ્યમંત્રીનું સૂચન
CM's suggestion to develop institutionalized system for redressal of Central-State railway related issues
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Apr 25, 2022 | 4:35 PM

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે ગુજરાતના રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટસમાં (Railway project)રાજ્ય-કેન્દ્રના સુચારૂ સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. પી.એમ.ગતિશક્તિના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે ત્યારે ડી.એફ.આઇ.સી. હાઇસ્પીડ રેલ પ્રોજેકટ, રાજ્યમાં વિવિધ રેલ્વે લાઇનના ગેજ રૂપાંતરણ અને રેલ્વે ઓવરબ્રીજ તેમજ ઇલેકટ્રીફિકેશનના જે નાના-મોટા પ્રશ્નો છે તેનું ત્વરાએ પરસ્પર સંકલનથી નિવારણ લાવવાની દિશામાં આ બેઠક ફળદાયી બનશે.

રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબહેને ગુજરાતને કેન્દ્ર અને રાજય સરકાર એમ ડબલ એન્જીનની સરકારનો ફાયદો મળે છે ત્યારે મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટ્સ નિર્ધારિત સમય અને ત્વરિત ગતિએ પૂરા થાય તેવી સ્પષ્ટ હિમાયત કરી હતી.આ હેતુસર કેન્દ્રીય રેલ્વે મંત્રાલયના સંબંધિત અધિકારીઓ તથા રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે માસિક સમીક્ષા બેઠક યોજવા તેમણે અનુરોધ કર્યો હતો.

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ અન્વયે ગુજરાતમાં 98.7 ટકા જમીન સંપાદન કાર્ય રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના સક્રિય સહયોગથી પૂર્ણ થઇ ગયું છે તેની કેન્દ્રીય મંત્રીએ સરાહના કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કર્યો હતો.રેલ રાજય મંત્રી દર્શનાબહેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આગામી દિવસોમાં તેમના સુરત, ભરૂચ, નવસારીના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન આ હાઇસ્પીડ રેલની જે કામગીરી થઇ રહી છે તેની પ્રગતિ નિહાળવા સ્થળ મુલાકાત કરવાનું પણ નિમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં અધિકારીઓને જણાવ્યું કે, રાજ્ય-કેન્દ્ર વચ્ચેના રેલ્વે સંબંધિત જે પેન્ડીંગ ઇસ્યુ હોય તેનું નિવારણ એકબીજા સાથે સમજુતી અને ચર્ચા-વિચારણાથી આવે તેવું વાતાવરણ ઊભું થવું જોઇએ.આ સંદર્ભમાં તેમણે મુખ્ય સચિવ પંકજકુમારને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર, રેલ્વે ઓવરબ્રીજમાં રાજ્ય-કેન્દ્રની ભાગીદારી સહિતના જે વિવિધ પ્રશ્નો છે તેના માટે ઇન્સ્ટીટયુશનલાઇઝડ વ્યવસ્થા ઊભી કરી એક માસ પછી સમગ્ર પ્રશ્નોના નિરાકરણની સમીક્ષા કરવા સૂચન કર્યુ હતું.

આ બેઠકમાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયા તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને રેલ્વે મંત્રાલયના તથા વેસ્ટર્ન રેલ્વે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન, ડી.એફ.આઇ.સી.ના વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થયા હતા.

આ પણ વાંચો :Viral Video: વાંદરાનો આ વીડિયો જોઈને લોકોમાં ભભૂકી ઉઠ્યો રોષ, તમે પણ જુઓ શું છે તે વીડિયોમાં

આ પણ વાંચો :Sayli Kamble Wedding: ઈન્ડિયન આઈડલની રનર અપ રહેલી સાયલીએ તેના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, વાયરલ થઈ રહ્યો છે સિંગરનો મહારાષ્ટ્રીયન લુક

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati