દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના નિધન પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે શ્રધ્ધાંજલિ પાઠવી
દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના મહારાજના દેહઅવસાન પર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે શ્રદ્ધાંજલિ અર્પી છે.
દ્વારકાપીઠના શંકરાચાર્ય (Shankaracharya) સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી 99 વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા. તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી.
શ્રી શારદા પીઠ, દ્વારકાના શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના બ્રહ્મલીન થવા પર અત્યંત વ્યથિત છું. સનાતન ધર્મના પ્રખર જ્ઞાતા સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ પોતાનું સમગ્ર જીવન આધ્યાત્મને અર્પણ કર્યું હતું. લાખો અનુયાયીઓના હૃદયમાં તેઓ સદા અમર રહેશે. ૐ શાંતિ।
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 11, 2022
દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના મહારાજના દેહઅવસાન પર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમણે લખ્યું છે કે ‘શ્રી શારદા પીઠ, દ્વારકાના શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના બ્રહ્મલીન થવા પર અત્યંત વ્યથિત છું. સનાતન ધર્મના પ્રખર જ્ઞાતા સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ પોતાનું સમગ્ર જીવન આધ્યાત્મને અર્પણ કર્યું હતું. લાખો અનુયાયીઓના હૃદયમાં તેઓ સદા અમર રહેશે. ૐ શાંતિ। ‘
દ્વારકાપીઠનાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનાં દુખદ નિધનથી વ્યથિત છું. 99 વર્ષની ઉંમર સુધી એમણે જ્ઞાન અને સેવારૂપી ઝરણું નિરંતર વહેતું રાખ્યું, એમનું વિચારોરૂપી તેજ સદાય પ્રેરણા પૂરી પાડતું રહેશે. એમનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના.
ઓમ શાંતિ ! pic.twitter.com/5LOphtxNFz
— C R Paatil (@CRPaatil) September 11, 2022
જ્યારે આ અંગે ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે (CR Paatil ) પણ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમણે ટ્વિટ કરીએ લખ્યું છે કે ” દ્વારકાપીઠનાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનાં દુખદ નિધનથી વ્યથિત છું. 99 વર્ષની ઉંમર સુધી એમણે જ્ઞાન અને સેવારૂપી ઝરણું નિરંતર વહેતું રાખ્યું, એમનું વિચારોરૂપી તેજ સદાય પ્રેરણા પૂરી પાડતું રહેશે. એમનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના. ઓમ શાંતિ ! ”
આ ઉપરાંત કથાકાર મોરારીબાપુએ(Moraribapu) પણ જગતગુરુ સ્વરૂપાનંદ શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમણે કહ્યું કે સનાતન વૈદિક ધર્મના એક સમર્થ જગતગુરુની વિદાય આપણી દિવ્ય સનાતન વૈદિક પરંપરા માટે એક બહુ જ મોટી ક્ષતિ છે. હું એમના નિર્વાણને પ્રણામ કરું છું અને એમની વિદાય પ્રસંગે નતમસ્તક છું.મારી અંતઃકરણ પૂર્વકની શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. રામ સ્મરણ સાથે, ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ