AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને ભાવનગર પોલીસનું તેડુ, ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવુ પડશે, પોલીસને હાથ લાગ્યા આર્થિક વ્યહવારના પુરાવા !

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે. આવતીકાલે સાંજ સુધીમાં પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે.

Breaking News: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને ભાવનગર પોલીસનું તેડુ, ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવુ પડશે, પોલીસને હાથ લાગ્યા આર્થિક વ્યહવારના પુરાવા !
Breaking News: Yuvraj Sinh has to appear before the Bhavnagar Police in the case of the dummy paper scam
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 18, 2023 | 9:12 PM
Share

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે. આવતીકાલે સાંજ સુધીમાં પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે અને આ અંગેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ જશે. જણાવવું રહ્યું કે ડમી કાંડ મુદ્દે હવે તપાસના ઘેરામાં યુવરાજસિંહ આવ્યા છે. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ભાવનગર દ્વારા પાઠવવામાં આવેલા સમન્સમાં 11 જેટલી IPCની કલમ લગાડવામા આવી છે અને આવતીકાલ એટલે કે 19 એપ્રીલ 2023ના રોજ જ ભાવનગર પોલીસ મથકે હાજર રહેવા માટેનું ફરમાન જારી કરવામાં આવ્યું છે.

યુવરાજ સિંહ સામે થયેલા આક્ષેપો બાદ પોલીસે હાજર થવાનું ફરમાન કર્યુ છે. ડમીકાંડ કેસમાં યુવરાજ સિંહ સામે વિગતો છુપાવવાના તેમજ વિગત ના આપવા સામે આર્થિક વ્યવહાર થયા હોવાના પોલીસ પાસે પુરાવા આવ્યા બાદ પોલીસે સમન્સ પાઠવ્યું છે અને હવે આ મુદ્દે ઘણા ખુલાસા સામે આવી શકવાનું લાગી રહ્યું છે. ભાવનગર પોલીસે ઈશ્યુ કરેલા સમન્સની કોપી ટીવી 9 પાસે આવી ગઈ છે.

અગાઉ યુવરાજે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું

ભાવનગર ભરતી પરીક્ષામાં ડમીકાંડના પડઘા છેક ગાંધીનગર ગૃહવિભાગ સુધી પડ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તો બીજી તરફ યુવરાજસિંહે તેમના પર લાગેલા આરોપોનુ ખંડન કરતા સરકાર પર વળતા પ્રહાર કર્યા છે. યુવરાજનો આરોપ છે કે ડમીકાંડમાં 70થી વધુ આરોપીઓની સંડોવણી છે, છતાં કેમ માત્ર 36 આરોપીઓ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધવામાં આવી અને અન્ય આરોપીઓની કેમ હજુ ધરપકડ નથી કરવામાં આવી.

યુવરાજસિંહે ડમી ઉમેદવારોના નામ GPSSBના પ્રમુખ હસમુખ પટેલને આપ્યા હોવાનો ખૂલાસો

તો ડમીકાંડમાં વધુ એક નવો ખૂલાસો થયો છે. યુવરાજસિંહે અગાઉ હસમુખ પટેલને ડમી ઉમેદવારના નામ આપ્યા હતા. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ડમી ઉમેદવારો ન બેસે તે માટે યુવરાજસિંહે નામ આપ્યા હતા. ગેરરીતિ કરી ચુકેલા અને ડમી ઉમેદવારોના નામ હસમુખ પટેલને મોકલ્યા હતા.

યુવરાજે ડમીકાંડમાં નામ ન જાહેર કરવા માટે 55 લાખ માગ્યા હોવાનો આરોપ

યુવરાજસિંહ જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ડમીકાંડમાં નામ ન લેવા માટે રૂપિયા 55 લાખ લીધા હતા. આ આરોપ લગાવનારા કોઈ વિરોધીઓ ન હતા. આ આરોપ લગાવ્યો હતો યુવરાજસિંહના જ નજીકના ગણાતા બિપિન ત્રિવેદીએ. બિપિન ત્રિવેદી કે જેઓ 2018થી યુવરાજસિંહના સંપર્કમાં છે. બંને મિત્રો જેવા છે અને વિદ્યાર્થી હિતના કાર્યો કરતાં રહે છે. આ જ બિપિન ત્રિવેદીનો એવો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ડમીકાંડમાં નામ ન લેવા માટે કોઈ ઘનશ્યામ નામના વ્યક્તિ મારફતે ત્રણ તબક્કામાં 55 લાખ ચુકવાયા હતા.

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">