Breaking News: આવતીકાલે શાળાઓમાં મોહર્રમની જાહેર રજા રદ, શાળાઓ ચાલુ રાખવા શિક્ષણ વિભાગનો આદેશ
Gandhinagar: આવતીકાલે શાળાઓમાં જાહેર કરાયેલી મોહર્રમની રજા રદ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ રાજ્ય શિક્ષણવિભાગે પરિપત્ર કરી શાળાઓ ચાલુ રાખવા રાજ્યની તમામ શાળાઓને આદેશ કર્યો છે.
Gandhinagar: આવતીકાલે રાજ્યની શાળાઓમાં જાહેર કરાયેલી મોહર્રમની રજા રદ કરવાનો આદેશ કરાયો છે. અગાઉ શાળાઓમાં મોહર્રમની રજા જાહેર કરાઈ હતી. જો કે કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ રાજ્ય શિક્ષણવિભાગે પરિપત્ર જાહેર કરી રાજ્યની તમામ શાળાઓ ચાલુ રાખવા આદેશ કર્યો છે. નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ થતા પીએમ મોદી અખીલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્દઘાટન કરવાના છે. સવારના 9થી12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યક્રમ દર્શાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના પગલે અગાઉથી જાહેર કરાયેલી મોહર્રમની રજા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
‘અખીલ ભારતીય શિક્ષા સમાગમ’ કાર્યક્રમનું આયોજન
રાજ્યમાં 29 અને 30 જૂલાઈ 2023ના રાષ્ટ્રીય શિક્ષા નીતિને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોવાથી ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક્તા મંત્રાલયના સહયોગ થકી ‘અખીલ ભારતીય શિક્ષા સમાગમ’નું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમના રાષ્ટ્રીય મહત્વને ધ્યાને લઈ દેશભરમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યુ છે.
29 અને 30 જૂલાઈ દરમિયાન કુલ 16 વિષયલક્ષી સેશન યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી India Trade Promotion Organization (ITPO) નવી દિલ્હી ખાતે અખીલ ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. આ ઉદ્દઘાટન બાદ શાળા શિક્ષણના 04 સેશન સહિત કુલ 16 વિષયલક્ષી સેશન 29 અને 30 જુલાઈ દરમિયાન યોજાશે.
આ પણ વાંચો : Breaking News: સ્ટેટ GST વિભાગના 31 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ પર દરોડા, 20 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા
29 જુલાઈએ સવારે 9થી12 દરમિયાન રાજ્યની તમામ સરકારી, અર્ધસરકારી, ખાનગી માધ્યમિક, તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચાલુ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો આ તમામ સેશનનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ છે. 29 જુલાઈએ બપોરે 2 વાગ્યા સુધીમાં શાળા કક્ષાએ કેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોએ આ જીવંત પ્રસારણ નિહાળ્યુ તે અંગેની વિગતો પણ મોકલવાની રહેશે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો