Breaking News: ભારત પાકિસ્તાન મેચની સુરક્ષાને લઈને CM ગૃહ વિભાગ સાથે કરશે રિવ્યુ બેઠક

|

Oct 09, 2023 | 12:20 PM

Gandhinagar: 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ત્યારે આ મેચ દરમિયાન સુરક્ષાને લઈને મુખ્યમંત્રી આજે ગૃહવિભાગ સાથે રિવ્યુ બેઠક કરશે. જેમા સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

Gandhinagar: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. આ મેચને લઈને કડક સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર સ્ટેડિયમ જાણે સુરક્ષા છાવણીમાં ફેરવાય ગયુ તે પ્રકારે સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સ્ટેડિયમની અંદર અને બહાર પોલીસનો કડક બંદોબસ્ત છે.

મેચ દરમિયાન પ્રેક્ષકોના ભારે ધસારાને ધ્યાને રાખી 17 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. જેમા 8000 કાર અને 10,000 ટુવ્હીલના પાર્કિંગની ક્ષમતા ધરાવતા પ્લોટ માટે શો માય પાર્કિગ એપથી પાર્કિંગ સ્લોટ બુક કરાવી ચાર્જ ચુકવી વાહનો પાર્ક કરવાના રહેશે. આ દરમિયાન ઍરપોર્ટથી સ્ટેડિયમ સુધી VVIP કોરિડોર તૈયાર કરાશે.

સ્ટેડિયમ પર મેચ જોવા આવનારા લોકોએ તેમના વાહનો પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરવાના રહેશે. જ્યારે અમદાવાદના સ્થાનિક લોકોને મેટ્રો, BRTS અને AMTSનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે. જેટલો લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે તેટલી સુચારુ વ્યવસ્થા જળવાઈ રહેશે અને લોકોએ ટ્રાફિકજામનો ભોગ નહીં બનવુ પડે.

હીરો Super Splendor XTEC બાઇક આપે છે 69 kmpl ની માઇલેજ
PULL-UPS કરતી આ છોકરીના વીડિયોને કારણે મચી બબાલ, જાણો કેમ
ભારતના આ રાજ્યમાં વહે છે વિશ્વની સૌથી વધુ મીઠા જળની નદી
બપોરે કે સાંજે જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં, જુઓ Video
ગજબ ફાયદા, ચણાના લોટમાં કયું વિટામિન જોવા મળે છે? નિષ્ણાત પાસેથી જાણો
બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે કરો આ ઉપાય

આ પણ વાંચો: Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાનો ઈ-મેઈલ, અમદાવાદ પોલીસ સતર્ક, ડરવાનુ કોઈ કારણ નથી-JCP, જુઓ Video

પ્રેક્ષકોની સુરક્ષાને ધ્યાને રાખી સ્ટેડિયમની અંદર અને સ્ટેડિયમની બહાર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેમા 1 DIG, 8 DCP, 12 ACP, 25 PI, 68 PSI, 1631 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ સહિત કુલ 1743 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ઉપરાંત ટ્રાફિક વિભાગના JCP, 3 DCP, 4 ACP, 9 PI, 17 PSI, 1205 જેટલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI સહિત કુલ 1200થી વધુ પોલીસકર્મી તૈનાત રહેશે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:24 am, Mon, 9 October 23

Next Article