AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking : નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની મળી ધમકી, NIAને મળેલા ધમકીના ઇમેઇલ બાદ પોલીસ એલર્ટ

ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે NIA અને મુંબઈ પોલીસને ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની મળી ધમકી NIA અને મુંબઈ પોલીસ મેઇલ મળ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈને જેલમાંથી મુક્ત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. NIA ને મળેલા ધમકીના ઈમેલ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ પર છે.

Ahmedabad Breaking : નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની મળી ધમકી, NIAને મળેલા ધમકીના ઇમેઇલ બાદ પોલીસ એલર્ટ
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 07, 2023 | 1:23 PM
Share

Ahmedabad : ક્રિકેટ વર્લ્ડ કપ (Cricket World Cup) વચ્ચે NIA અને મુંબઈ પોલીસને ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની મળી ધમકી NIA અને મુંબઈ પોલીસ મેઇલ મળ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈને જેલમાંથી મુક્ત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. NIA ને મળેલા ધમકીના ઈમેલ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ પર છે.

આ પણ વાંચો- Bharuch Video : નર્મદાના પૂર અસરગ્રસ્તોએ સહાય કેવી રીતે મેળવવી? તંત્રએ માર્ગદર્શન શિબિર યોજી વેપારીઓને માહિતગાર કર્યા

NIA અને મુંબઈ પોલીસને એક ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો

અમદાવાદમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરુઆત થઇ ગઇ છે. વર્લ્ડ કપ મેચમાં પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ. તેમજ અમદાવાદમાં કુલ પાંચ વર્લ્ડ કપ મેચ રમાવાની છે. જેમાં 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચ રમાવાની છે. જો કે આ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી છે. NIA અને મુંબઈ પોલીસને એક ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈને જેલમાંથી મુક્ત કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે લોરેન્સ બિશ્નોઈ એક ભારતીય ગેંગસ્ટર છે. તેની સામે હત્યા અને ખંડણી સહિતના અનેક ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે. જો કે તેણે આ આરોપોને નકારી કાઢ્યા છે. તેની ગેંગ દેશભરમાં 700 થી વધુ શૂટર્સ સાથે જોડાયેલી હોવાની જાણકારી છે. તે હાલ જેલવાસ ભોગવી રહ્યો છે.

સ્ટેડિયમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે

ધમકીના પગલે અમદાવાદ પોલીસ એલર્ટ થઇ ગઇ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય બનાવ બને નહિ તેની તકેદારી રાખવામાં આવશે. મેચ જોવા આવનારા પ્રેક્ષકોની સુરક્ષાની પણ પૂરતી કાળજી રાખવામાં આવશે.

મહત્વનું છે કે ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે ભારત પાકિસ્તાન મેચને લઈને અમદાવાદ શહેરમાં હોટલો ફુલ થઈ ચૂકી છે, એરલાઇન્સ ફુલ છે, વિવિધ સમાજની વાડીઓમાં પણ બુકિંગ થઈ રહ્યા છે સાથે જ હવે રેલવેમાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની મળેલી ધમકીને લઇને પોલીસ ખૂબ જ સતર્ક બની છે. પ્રેક્ષકો અને ખેલાડીઓની સુરક્ષા માટે એલર્ટ મોડ પર આવી ગઇ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">