Breaking News : ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચૂગને જવાબદારી સોંપવામાં આવી, જુઓ Video
ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચૂગને જવાબદારી સોંપવામાં આવી છે, તરુણ ચૂગ રાજ્કીય નેતૃત્વ સાથે જોડાયેલા છે. પ્રભારી તરીકેની જવાબદારી ખુબ ખાસ હોય છે. તરુણ ચૂગ અનેક વખત ગુજરાતના કાર્યક્રમમાં આવી ચૂક્યા છે.
ભાજપે તેના સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે અને ચૂંટણીલક્ષી રાજ્યોમાં નવી નિમણૂકો કરી છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે યોજનાઓની જાહેરાત કરી છે. તેમજ જે રાજ્યોમાં ચૂંટણી છે તેની જવાબદારી અનુભવી નેતાઓને સોંપવામાં આવી છે.ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણી પહેલા ભાજપે મહત્વના નિર્ણય લીધા છે.
રાજ્યોના પ્રભારીઓની નિમણૂંક
ભાજપ દ્વારા રાજ્યોના પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે.ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચૂગને જવાબદારી સોંપાઇ છે. તો વિનોદ તાવડે ઉત્તરપ્રદેશના પ્રભારી નીમાયા છે. પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને UPના સહપ્રભારી બનાવાયા છે. તેમજ પંજાબના પ્રભારીની જવાબદારી સતીશ પૂનિયાને સોંપવામાં આવી છે.ભાજપે સંગઠનાત્મક ક્ષેત્રમાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં અનેક રાજ્યો માટે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સતીશ પુનિયાને પંજાબ અને તરુણ ચૂગને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.
તરુણ ચૂગ રાજ્યસભા સાંસદ છે અને પાર્ટી સંગઠનમાં પહેલા પણ મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. ગુજરાત ભાજપનો મજબુત ગઢ રહ્યો છે. ત્યારે આગામી ચૂંટણીને જોતા સંગઠનની જવાબદારીઓ તેના હાથમાં આપવી મહ્તવપૂર્ણ છે.
Breaking News : બોટાદમાં ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની કિંમતના હીરાની ચોરીનો ભેદ ઉકેલ્યો, જુઓ Video અહી ક્લિક કરો
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
