AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોટાદ લઠ્ઠાકાંડના ગાંધીનગરમાં પડઘા, CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે તપાસના આપ્યા આદેશ

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરીને લઠ્ઠાકાંડનો (lathha Kand) તાગ મેળવ્યો છે.સાથે જ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

બોટાદ લઠ્ઠાકાંડના ગાંધીનગરમાં પડઘા, CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે તપાસના આપ્યા આદેશ
Botad Lathhakand
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 10:25 AM
Share

Botad Lathha Kand :  બોટાદ લઠ્ઠાકાંડના પગલે ગાંધીનગર (Gandhinagar) સુધી પડઘા પડ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરીને લઠ્ઠાકાંડનો (lathha Kand) તાગ મેળવ્યો છે.સાથે જ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.તેમજ મુખ્યપ્રધાને (CM Bhupendra patel) સમગ્ર ઘટનામાં તપાસ કરી રિપોર્ટ ગૃહવિભાગને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યા છે.અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને પણ સુચનો કરવામાં આવ્યા છે.

ઝેરી દારૂકાંડ મામલે ગૃહવિભાગે બોલાવી બેઠક

ઝેરી દારૂકાંડના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે,ત્યારે ગૃહવિભાગે 10 વાગે ગૃહમંત્રી હર્ષ સંઘવીની (harsh Sanghavi) અધ્યક્ષતામાં બેઠક બોલાવી છે.આ બેઠક માં રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ (Police Officers) હાજર રહેશે.આ બેઠક બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક કરવામાં આવશે.માહિતી મુજબ FSL એ ગૃહ વિભાગ માં રિપોર્ટ રજુ કર્યો છે. સુત્રોનુ માનીએ તો ઝેરી દ્રવ્ય માં 80 ટકા કેમિકલ હોવાનુ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે.

લઠ્ઠાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

ઝેરી દારૂ કાંડમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે,જ્યારે 56 લોકો સારવાર હેઠળ છે. આ કાંડ મામલે અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે પીપળજથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે.જયેશ ખાવડિયા નામના આરોપીએ કબૂલ્યુ છે કે, દારૂ બનાવવામાં મિથેનોલ કેમીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ગુજરાત ATSએ (gujarat ATS) ને લઠ્ઠાકાંડની તપાસ સોંપવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">