હવે જમીનમાં નહીં થાય બ્લેકમેલિંગ ! ખેડૂતો સાથે થતાં બ્લેકમેલિંગને અટકાવવા સરકારે લીધો આ નિર્ણય

રેવન્યૂ રેકર્ડમાં (Revenue Record) લીઝ પેન્ડન્સીની નોંધ મુદ્દે મહેસૂલ વિભાગે એક પરિપત્ર કર્યો છે અને સિવિલ કોર્ટમાં દાવો ચાલુ હોય તે બાબતની નોંધ ન કરવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.

હવે જમીનમાં નહીં થાય બ્લેકમેલિંગ !  ખેડૂતો સાથે થતાં બ્લેકમેલિંગને અટકાવવા સરકારે લીધો આ નિર્ણય
Farmer (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 10:26 AM

હવે ગુજરાતમાં (Gujarat) જમીનમાં ખેડૂતો સાથે થતાં બ્લેકમેલિંગનો ધંધો થશે બંધ.ખેડૂતો, (Farmers) જમીન માલિકોને કોઇ પણ વ્યક્તિ તમારી જમીન તો લોચાવાળી છે એમ કહી બ્લેકમેલિંગ નહીં કરી શકે. સિવિલ કેસ સંદર્ભે 7/12ના ઉતારાની નોંધ પર સરકારે પ્રતિબંધ મુકી દીધો છે.રેવન્યૂ રેકર્ડમાં(Revenue Record)  લીઝ પેન્ડન્સીની નોંધ મુદ્દે મહેસૂલ વિભાગે એક પરિપત્ર કર્યો છે અને સિવિલ કોર્ટમાં (Civil Court) દાવો ચાલુ હોય તે બાબતની નોંધ ન કરવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. સાથે જ પરિપત્રમાં કહેવાયું છે કે જ્યુડિશિયલ કોર્ટ આદેશ કરે તો જ નોંધ કરવામાં આવે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

7/12 એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ 18 પત્રકો પૈકી પત્રક નં.7 અને પત્રક નં. 12 એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રકને 7/12 ઉતારો કહેવામાં આવે છે. પત્રક નં. 7 માં માલિકી ક્ષેત્રફળ વિસ્તારની માહિતીની સાથે- સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ છે. હવે સરકારના આ નિર્ણયથી સિવિલ કેસ સંદર્ભે 7/12ના ઉતારાની નોંધ પર સરકારે પ્રતિબંધ મુકી દીધો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">