Gujarat વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપે કાઉન્ટડાઉન શરૂ કર્યું, પ્રદેશ પ્રમુખનું  579 સ્થળો પર વર્ચ્યુઅલ સંબોધન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ રાજયમાં 579 સ્થળો પર   વર્ચ્યુઅલ સંબોધન કરી રહ્યા છે. તેમજ કાર્યકતાઑને માર્ગદર્શન આપી  રહ્યા છે. 

Gujarat વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપે કાઉન્ટડાઉન શરૂ કર્યું, પ્રદેશ પ્રમુખનું  579 સ્થળો પર વર્ચ્યુઅલ સંબોધન
Gujarat bjp President CR Paatil (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 1:15 PM

ગુજરાતમાં(Gujarat)  વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી(Assembly Election 2022)  માટેનું ભાજપે (BJP) કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે  આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ રાજયમાં 579 સ્થળો પર  વર્ચ્યુઅલ સંબોધન કરી રહ્યા છે. તેમજ કાર્યકતાઑને માર્ગદર્શન આપી  રહ્યા છે. આ અંતર્ગત દરેક જિલ્લા અને શહેરના  જિલ્લા અને શહેર પ્રભારીઓ કાર્યકર્તા સાથે ઉપસ્થિત છે.ગુજરાત ભાજપના  અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશના તમામ 579 વૉર્ડ-મંડળની એક સાથે  આજે બેઠક યોજાઇ રહી છે. જે અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ  ખાતે ઉપસ્થિત રહીને બેઠકનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવી સૌને માર્ગદર્શન આપશે. કર્ણાવતી  મહાનગરના તમામ 48 વોર્ડમાં બપોરે 12.15  કલાકથી 2.15 કલાક દરમિયાન મંડળ બેઠક યોજાશે.

આઅંતર્ગત પ્રદેશ મહામંત્રી અને મહાનગરના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા સરસપુર- રખિયાલ વોર્ડ ખાતે- કબીર મંદિર આશ્રમ કડીયાની પોળ સરસપુર ઉપસ્થિત રહીને સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

તેમજ  અમદાવાદ શહેર અધ્યક્ષ અમિત ભાઈ પી શાહ અને પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસ વાસણા ખાતે- બંસીધર ગાર્ડન, મેડિયેશન હોલ, બંસીધર સોસાયટી વાસણા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ નિકોલ- ખોડીયાર મંદિર હોલ નિકોલ અને પ્રદેશના મીડિયા કન્વીનરશ્રી ડો.  યજ્ઞેશભાઇ દવે ગોતા ખાતે- જોગણી માતાજીનું મંદિર સત્તાધાર ચાર રસ્તા ઉપસ્થિત રહીને મંડળના તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ વર્ચ્યુઅલ બેઠકમાં ભાજપે અપનાવેલા પેજ સમિતિના અભિગમ અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ તેની સમીક્ષા કરવામાં આવશે. તેમજ પેજ પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ અંગે પણ માહિતગાર કરવા આવશે અને તેને લોકો સુધી લઇ જવા પણ માર્ગદર્શન આપવામાં આવશે. જયારે વિધાનસભા 2022 ચૂંટણીમાં વધુને વધુ બેઠકો જીતવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.આ બેઠકમાં રાજ્યના 579 વોર્ડમાં પ્રદેશ ભાજપના નેતા ધારાસભ્ય સંસદ સભ્ય અને જિલ્લાના સ્થાનિક નેતાઓ ખાસ ઉપસ્થિત રહેશે.

ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચુંટણીમાં ભાજપ વધુ બેઠકો જીતવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યું છે. જેમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપ 150 થી વધુ બેઠકો મેળવવા માટે કમર કસી રહ્યું છે. જેમાં વર્ષ 2017માં પણ ભાજપે 150 બેઠક જીતવાનો લક્ષ્યાંક મૂક્યો હતો પરંતુ તે મેળવી શક્યો ન હતો.

આ પણ વાંચો : Ahmedabad માં આ ઝોનમાં કોરોનાના સૌથી વધુ કેસ, ટેસ્ટિંગ ડોમ પર લાંબી લાઇનો

આ પણ વાંચો :  Surat : કેમિકલ ગેસ લીક કેસમાં પોલીસ સક્રિય, કંપનીના માલિકોને લુકઆઉટ નોટિસ જાહેર

g clip-path="url(#clip0_868_265)">