લોકસભાની ચૂંટણીને લઈ ગાંધીનગરમાં ભાજપની ધારાસભ્ય દળની યોજાઇ બેઠક, MLA ને સોંપાયા ટાસ્ક

Lok Sabha Election : આગામી લોકસભાની ચુંટણીને લઈ મતદાતાઓને રિઝવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. ધારાસભ્યોની બેઠકમાં પ્રચાર-પ્રસારની રણનીતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રચાર કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણીને લઈ ગાંધીનગરમાં ભાજપની ધારાસભ્ય દળની યોજાઇ બેઠક, MLA ને સોંપાયા ટાસ્ક
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 5:58 PM

આગામી 2024ની લોકસભાની ચૂંટણીલક્ષી કામગીરી ભાજપે શરૂ કરી છે. જેમાં આગામી ચૂંટણીને લઈ ભાજપનાં તમામ MLAને જરૂરી સૂચના આપી ટાસ્ક સોંપવામાં આવ્યા છે. આ બેઠકમાં CM પટેલ, પ્રમુખ પાટીલ અને સંગઠનમંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રચાર-પ્રસાર કરવા તાકીદ કરાઇ.

આ પણ વાંચો : Junagadh : CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવાનો આપ્યો લક્ષ્યાંક

તમામ MLA કરશે રોજ બે કલાક જનસંપર્ક

સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રોજ પબ્લિકની વાત સાંભળવા સૂચના અપાઈ છે. આ બે કલાકની અંદર રાજ્ય સરકાર દ્વારા કોઈ વિડીયો કોન્ફરન્સ કે બેઠક રાખવામાં આવશે નહિ તેવું પણ જણાવ્યું હતું. આગામી લોકસભાની ચુંટણીને લઈ મતદાતાઓને રિઝવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પ્રચાર-પ્રસાર રણનીતિ સાથે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રચાર કરવા જણાવ્યું છે. જેટલા પણ એવા નબળા બુથ છે. એવા તમામ બૂતહો પર પ્રચારને વધુ જોર આપવના આદેશ અપાયા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સરકારી યોજનાના લાભાર્થીઓનો થશે સરવે

સરકારે વિવધ યોજના બહાર પાડી લોકોને મદદરૂપ થવાના પ્રયાશો કર્યા છે. ત્યારે આ યોજનાના લાભાર્થીઓનું લિસ્ટ તૈયાર કરી સરવે કર્યા બાદ આ તમામનો સંપર્ક કરવા જણાવ્યું. વિધાનસભા વાઇઝ મતદાતા ડેટાબેઝ તૈયાર કરી તેમની સાથે વાર્તાલાપ કરીને ચૂટણી પ્રચાર કરાશે.

મતદાતાના મોઢા પર ખુશી પ્રગટ થાય તેવા કામ કરો – CR

ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં CR પાટીલે તમામ MLAને મતદારોના મોઢા પર મુસ્કાન આવે તેવું કામ કરવા તાકીદ કરાઇ. ખાસ કરીને સંગઠન સાથે મળી સરકારની યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે પ્રકારે કામ કરવા જણાવ્યું તમામ MLAએ સંગઠનમાં પણ વધારે ઇન્વોલ થઈ કામ કરવા ધારાસભ્યોને જણાવાયું. તમામ નેતાઓએ જનસંપર્ક કાર્યાલયો પર ટીમ રાખી વધુમાં વધુ લોકોના કાર્યો કરવા સાથે CR પાટીલના કાર્યાલયમાં થતાં કાર્યોનું ધારાસભ્યો સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું. અંતે મહામંત્રી રત્નાકરે તમામ ધારાસભ્યોને લોકોના નાના – મોટા પ્રસંગોમાં હજરી આપવા પણ તાકીદ કરવામાં આવી.

તમામ ચૂંટણીઓમાં ભાજપના નવા એક્શન પ્લાન 

લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો ચૂંટણી લક્ષી પ્લાન તૈયાર કરી કામે લાગ્યા છે. મહત્વનું છે કે તેમ દરેક ચૂંટણીમાં ભાજપ નવો એક્શન પ્લાન લઈને જેમ બહાર આવતી હોય છે તેમ આગામી 2024 ની લોકસભાને લઈ મોબાઈલ એપ, વિવિધ યોજના, સ્થળ મુલાકાત જેવા મુદ્દાઓને લઈ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">