Amreli: કમોસમી વરસાદના નુકસાન અંગે ભાજપ કિસાન મોરચાના પ્રતિનિધિ મંડળે કૃષિમંત્રી રાઘવજી પટેલને કરી રજૂઆત
રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો પવન સાથે કરા પડતા વ્યાપક નુકસાન ગયું છે યોગ્ય રીતે તપાસ કરી સર્વે બાદ આ વિસ્તારના ઘઉં ડુંગળી,કેરીના બગીસામાં પણ નુકસાન હોવાને કારણે ખેડૂતોને વળતર આપવા માટેની રજૂઆતો કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં રાજુલા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે નુકસાન ધારાસભ્ય સહિત પ્રતિનિધિ મંડળ કૃષિમંત્રી રાઘવજી પટેલને સમક્ષ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને નુકસાન ગયું હોવાની રજુઆત રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી પાસે આવતા આજે કૃષિમંત્રી રાઘવજી પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી.
આ રજુઆતમાં નાયબ દંડક કૌશીક વેકરીયા,ધારાસભ્ય હીરાભાઈ સોલંકી,ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રવુ ખુમાણ,જીલા પંચાયત સદસ્યો કરશન ભીલ,વિક્રમ શિયાળ, સહિત પ્રતિનિધિ મંડળ દ્વારા દ્વારા રજૂઆતો કરી છે જેમાં રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો પવન સાથે કરા પડતા વ્યાપક નુકસાન ગયું છે યોગ્ય રીતે તપાસ કરી સર્વે બાદ આ વિસ્તારના ઘઉં ડુંગળી,કેરીના બગીસામાં પણ નુકસાન હોવાને કારણે ખેડૂતોને વળતર આપવા માટેની રજૂઆતો કરવામાં આવી છે
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ટીવીનાઈન ડિજિટને જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે ઘઉં, ડુંગળી, કેરી જેવા પાકોમાં નુકસાન ગયું છે તેની રજૂઆત કૃષિ મંત્રીને ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી અને તેમણે યોગ્ય રીતે તપાસ કરવાની ખાત્રી આપી હતી અને ખેડૂતો ને ન્યાય મળે તેવો મારો પ્રયાસ છે તેમ પણ જણાવ્યું હતું.
કરા સાથે વરસાદ પડતા આફત
ગઈ કાલે બપોર બાદ રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ દરિયાઈ પટી સહિત મોટાભાગના ગામડામાં વરસાદ પડી રહ્યો હતો જાફરાબાદ ના ગામડામાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ઉપર મોટી આફત આવી છે
મોટા ભાગના ગામડામાં નુકસાન થયું હોવાની રજુઆત
જાફરાબાદના ભાડા, મીઠાપુર, દુધાળા,નાગેશ્રી, ફાસરીયા,લોર,હેમાળ,ધોળાદ્રી,બાબરકોટ, રાજુલાના માંડરડી, ધારેશ્વર, વાવેરા, છતડીયા, કડિયાળી સહિત ગામડાઓમાં ઘઉ,બાજરી,ડુંગળી જેવા ઉનાળુ પાકને નુકસાન થયું હતું અને કેટલાક કેરીના આંબા વરસાદી માહોલના કારણે કેરીઓ ખરી પડી હતી