AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli ની શાંતાબા હોસ્પિટલમાં મોતીયાની સર્જરીમાં બેદરકારી બદલ સરકારે પાંચ કરોડનો દંડ ફટકાર્યો

આ દર્દીઓ પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવીને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને રૂ. 10 લાખ જ્યારે અંશત : દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે.

Amreli ની  શાંતાબા હોસ્પિટલમાં મોતીયાની સર્જરીમાં બેદરકારી બદલ સરકારે પાંચ કરોડનો દંડ ફટકાર્યો
Amreli Shantaba Hospital
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 25, 2023 | 9:45 PM
Share

Amreli :અમરેલી જિલ્લા સ્થિત શાંતાબા કોલેજમાં મોતીયાની સર્જરી માટે દાખલ દર્દી સાથે થયેલ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ રૂ. પાંચ કરોડનો દંડ ફડકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કુલ 12 જેટલા દર્દીઓ શાંતાબા મેડિકલ કૉલેજની બેદરકારીનો ભોગ બન્યા હતા.

સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને રૂપિયા 10 લાખ

આ દર્દીઓ પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવીને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને રૂ. 10 લાખ જ્યારે અંશત : દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે. આ બેદરકારીનો ભોગ બનેલા અને સધન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને રૂ. 2 લાખ ચૂકવવાનો આદેશ કરાયો છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, રાજ્યના એક પણ નાગિરકના આરોગ્ય સાથે ચેડા કરતી કે ગેરરિતી આચરતી હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

મોતિયાના ઓપરેશન બાદ 12 જેટલા દર્દીઓને આંખે દેખાતુ બંધ થયુ

દર્દીઓનુ કહેવુ છે કે ઓપરેશન બાદ બીજા દિવસે પાટો ખોલ્યા બાદ તેમને કંઈ દેખાતુ ન હતુ. કેટલાક દર્દીઓની એવી પણ ફરિયાદ  હતી  કે તેમની યાદ શક્તિ પણ જતી રહી  હતી . રોશની ગુમાવેલા કેટલાક દર્દીઓને રાજકોટ, કેટલાકને અમદાવાદ અને કેટલાકને ભાવનગર સારવાર માટે રિફર કરવામાં આવ્યા  હતા. દર્દીઓના સ્વજનનો સીધો આરોપ હતો  કે મહિલા તબીબે આ તમામ દર્દીઓનુ ઓપરેશન કર્યુ હતુ અને ઓપરેશન બાદ તેમને દેખાતુ બંધ થયુ છે.

સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટનો લુલો બચાવ- ‘દર્દીઓએ ઓપરેશન બાદ બેદરકારી દાખવી’

આ તરફ અમરેલી સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ જણાવે છે કે મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને સ્વકાળજી લેવાની હોય છે. જેમા તેઓએ બેદરકારી દાખવી હતી. જેનાથી આંખનું ઈન્ફેક્શન ફેલાયુ  હતું. સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ લુલો બચાવ કરી રહ્યા છે. જો કે એ માની શકાય કે કોઈ એક દર્દીએ ઓપરેશન બાદ બેદરકારી રાખી હોય પરંતુ શું 12 જેટલા દર્દીઓએ સામૂહિક બેદરકારી દાખવી અને તેના કારણે તેમને આંખમાં ઈન્ફેક્શન થયુ અને અંધાપો આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">