GANDHINAGAR : દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લીધી

Air Marshal Vikramsinh VSM : એરમાર્શલ વિક્રમસિંહે 03 ઓક્ટોબર 2021ના રોજ ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-IN-C) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

GANDHINAGAR : દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લીધી
Air Marshal Vikramsinh VSM and Governor Acharya Devvart
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 4:22 PM

GANDHINAGAR : દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે03 ડિસેમ્બર 2021ના રોજ ગાંધીનગરમાં રાજભવન ખાતે ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની મુલાકાત લીધી હતી. એર માર્શલે એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે હોદ્દો સંભાળ્યા પછી રાજ્યપાલ સાથે તેમની પ્રથમ મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને રાજ્ય સરકારને તમામ સહાયતા કરવાની ખાતરી આપી હતી.

એરમાર્શલ વિક્રમસિંહ વિશિષ્ટ સેવા મેડલ, એ 03 ઓક્ટોબર 2021ના રોજ ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-IN-C) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. એરમાર્શલ સંદીપસિંહ અતિ વિશિષ્ટ સેવા મેડલ વાયુ સેના મેડલની નિયુક્તિ હવે વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કરવામાં આવી હોવાથી તેમના સ્થાને વિક્રમસિંહ VSMએ આ કાર્યભાર સંભાળ્યો.

એરમાર્શલે તેમના આગમન બાદ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો અને ગાંધીનગર SWAC હેડક્વાર્ટર ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.એરમાર્શલે મે 1983માં બેંગલોરની ક્રિસ્ટ કોલેજમાંથી સ્નાતક કર્યું છે અને 21 ડિસેમ્બર 1984ના રોજ ફાઇટર સ્ટ્રીમમાં તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. એર ઓફિસર મિગ-21 અને મિરાજ-2000 સહિતના વિવિધ અગ્રણી એરક્રાફ્ટમાં પરિચાલન અને પ્રયોગાત્મક પરીક્ષણ ઉડાનનો બહોળો અને વૈવિધ્યપૂર્ણ અનુભવ ધરાવે છે.

આ પણ વાંચો : GANDHINAGAR : યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-2021માં CM ભુપેન્દ્ર પટેલનું સંબોધન, કહ્યું “રાષ્ટ્રહિતમાં યુવાનો હંમેશા આગળ રહે”

આ પણ વાંચો : ISRO Online Course: ISRO આપી રહ્યું છે ફ્રીમાં ઓનલાઈન કોર્સ કરવાની તક, જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

g clip-path="url(#clip0_868_265)">