ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ બાદ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોના પોઝિટિવ
ગુજરાતમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના(Corona) પોઝિટિવ આવ્યા હતા. જેની બાદ રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેની બાદ રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે.તબિયત સારી છે. જેમાં 29 જુનના રોજ કોરોનાના નવા 529 કેસ નોંધાતા સરકારની ચિંતામાં વધારો થયો છે. જેમાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યા 400 થી ઉપર હતી. જે આજે વધીને 500ને પાર પહોંચી છે. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2914 થવા પામી છે. આ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ કોરોનાના સામાન્ય લક્ષણ હોવાના લીધે તે હોમ આઇસોલેટ છે.
નમસ્કાર,
મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે.તબિયત સારી છે. આપ સૌનો આભાર… પૂર્ણેશ મોદી,કેબિનેટ મંત્રી,ગુજરાત સરકાર
— Purnesh Modi (@purneshmodi) June 29, 2022
અમદાવાદમાં સૌથી વધુ 226 કેસ નોંધાયા
કોરોનાના આજે નોંધાયેલ કેસોમાં અમદાવાદમાં સૌથી વધુ 226, સુરતમાં 79, વડોદરામાં 53, સુરત જિલ્લામાં 20, વલસાડમાં 20, કચ્છમાં 13, નવસારીમાં 13, મહેસાણામાં 12, રાજકોટમાં 12, ભરૂચમાં 10, ગાંધીનગરમાં 10, ગાંધીનગર જિલ્લામાં 08, જામનગરમાં 07, અમદાવાદ જિલ્લામાં 06, વડોદરામાં 06, આણંદમાં 05, પાટણમાં 05, ભાવનગરમાં 04, દાહોદમાં 03, પંચમહાલમાં 03, સાબરકાંઠામાં 03, અમરેલીમાં 02, બનાસકાંઠામાં 02, દ્વારકામાં 02, મોરબીમાં 02, પોરબંદરમાં 02, સુરેન્દ્રનગરમાં 02, ભાવનગરમાં 01, ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01, ખેડામાં 01 અને રાજકોટમાં 01 કેસ નોંધાયો છે.
રાજ્ય સરકારની ચિંતા પણ વધારો
જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.