ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થયેલા કુલ 9523 પક્ષીઓને સારવાર અપાઇ
ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 10 થી 16 જાન્યુઆરી સુધીમાં રાજ્ય ભરમાંથી કુલ 9523 પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે.
ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 10 થી 16 જાન્યુઆરી સુધીમાં રાજ્ય ભરમાંથી કુલ 9523 પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે.
333 જેટલી એન.જી.ઓ.એ વન વિભાગ સાથે મળીને આ કામગીરી વધુ સરળ બનાવી
પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, કરૂણા અભિયાન-2023 માં સમગ્ર રાજ્યમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે તબીબો તથા 8 હજારથી વધારે સ્વયંસેવકોએ ખડેપગે કાર્યરત રહીને પક્ષી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. આ ઉપરાંત 333 જેટલી એન.જી.ઓ.એ વન વિભાગ સાથે મળીને આ કામગીરી વધુ સરળ બનાવી છે.
ઋષિકેશ પટેલે કરુણા અભિયાનની કામગીરીમાં જોડાયેલા સૌ સ્વયંસેવકો તથા તબીબોની સેવાને બિરદાવતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાનમાં સહભાગી થયેલી એન.જી.ઓ, સેવાભાવી સંસ્થાઓ અને તબીબોનું તેમની ઉમદા કામગીરી માટે પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવશે.
રાજ્ય સરકારે નાગરિકોને ચાઈનીઝ દોરીથી દૂર રહેવાની અપીલ
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે રાજ્ય સરકારે નાગરિકોને ચાઈનીઝ દોરીથી દૂર રહેવાની અપીલ કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે અપીલ કરતા કહ્યું કે લોકો ચાઈનીઝ દોરી ખરીદવાનું બંધ કરશે તો સ્વાભાવિક રીતે તેનું વેચાણ બંધ થઈ જશે. ગ્રાહકો નહીં મળે તો ચાઈનીઝ દોરી કે ચાઈનીઝ તુક્કલ લાવવાનું વેપારીઓ જ બંધ કરી દેશે.
તેમણે કહ્યું કે- સરકાર તો ચાઈનીઝ દોરી વેચતા શખ્સો સામે કાર્યવાહી કરતી જ હોય છે, પરંતુ લોકો પણ જાગૃત થઈને સહયોગ આપે. જેથી આવા તત્વોને પકડી શકાય. તેમણે કહ્યું કે- અબોલ પક્ષીઓ માટે ગઈકાલથી શરૂ થયેલું કરુણા અભિયાન 20 જાન્યુઆરી સુધી ચાલશે.
ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરી કરૂણા અભિયાનમાં સહભાગી બનવા અપીલ
ઉતરાયણ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યવાસીઓને અપીલ કરી કે ઉતરાયણ દરમિયાન કોઈના ઘરમાં ખૂબ શોકનું વાતાવરણ અને કાયમ માટે ઉતરાયણ આવે એટલે એમના ઘરમાં ગયેલા સ્વજનની યાદના કારણે માતમનું વાતાવરણ ન બને તેની તકેદારી રાખવાની આપણા સહુની જવાબદારી છે.
તહેવારનો માહોલ માતમમાં ન ફેરવાઈ જાય તે જોવાની જવાબદારી પણ આપણી છે. વર્ષોવર્ષ આ ઉતરાયણમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. આથી ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ. એના વેપારને પણ પ્રોત્સાહન ન મળે તેવુ કરીએ તેવી અપીલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરી છે.
આ પણ વાંચો : રાજકોટવાસીઓ થઈ જજો સાવધાન, હવે હેલમેટ નહીં પહેરો તો થશે દંડ, પોલીસે શરૂ કરી ટ્રાફિક ડ્રાઈવ