ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો થશે નક્કી, ચૂંટણી આયોગની સમીક્ષા બેઠક યોજાશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે તે મુદ્દે આવતીકાલે ગાંધીનગરમાં ચૂંટણી આયોગની સમીક્ષા બેઠક યોજાશે. ચૂંટણીના સંલગ્ન વિભાગો સાથે ચૂંટણી આયોગ આવતીકાલે આ બેઠક યોજશે.

  • Hardik Bhatt
  • Published On - 19:26 PM, 11 Jan 2021
Gandhinagar: ECI meeting over local body elections tomorrow, polls likely on 21st and 28th February

સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે તે મુદ્દે આવતીકાલે ગાંધીનગરમાં ચૂંટણી આયોગની સમીક્ષા બેઠક યોજાશે. ચૂંટણીના સંલગ્ન વિભાગો સાથે ચૂંટણી આયોગ આવતીકાલે આ બેઠક યોજશે. જેમાં આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સામેલ હશે. આ બેઠકમાં ચૂંટણીની તારીખો નક્કી થાય તેવી પણ શક્યતા છે. મહત્વનું છે કે 21 અને 28 ફેબ્રુઆરીએ ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે આ સમીક્ષા બેઠક મહત્વની રહેશે.

 

 

આ પણ વાંચો: Uttarayan 2021ની ઉજવણી કરવા માટે વાંચી લો સરકારની આ ગાઈડલાઈન્સ