ગાંધીનગર વીડિયો : રાંધેજા પેથાપુર પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત , 5 લોકોના મોત
કારચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારમાં કુલ છ લોકો સવાર હતા. ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગાંધીનગરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. ગાંધીનગરના રાંધેજા પેથાપુર હાઈવ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાંધેજા – પેથાપુર હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. કારચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારમાં કુલ છ લોકો સવાર હતા. ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Car rammed into tree near Randheja-Pethapur , 5 died . #Gujarat #Tv9News pic.twitter.com/b5aiBAjA6o
— Tv9 Gujarati (@tv9gujarati) November 17, 2023
તો આજે બીજી તરફ રાજકોટમાં પણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું મોત થયુ હતુ. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો જામનગરમાં પણ ગઈ કાલે બે અકસ્માતની ઘટના બની હતી.
જેમાં એક અકસ્માતમાં પૂરપાટ ઝડપથી આવેલા BMW ચાલકે બાઈક પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા હતા. જેના પગલે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે તેની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં જ BMW ચાલકેને ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ જામનગરથી દ્વારકા પગપાળા જતા પદયાત્રિકોને પણ અકસ્માત નડ્યો હતો. 4 લોકો દ્વારકા પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે કાર ચાલકે અડફેટે લેતા 3 લોકોના મોત થયા હતા.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
