Gandhinagar : પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ટુંક સમયમાં ભરતી કરાશે : પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા
રાજય સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્ય સરકારના પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પંચાયત મંત્રીએ જાહેરાત કરી છે કે, ટૂંકા ગાળામાં જ પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી કરાશે.
રાજ્યના પંચાયત મંત્રીએ જાહેરાત કરી છે કે, ટૂંકા ગાળામાં જ પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી કરાશે. આવતા 6 મહિનામાં આ ભરતી પૂરી કરવાનો સરકારનો ટાર્ગેટ છે.
રાજય સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્ય સરકારના પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પંચાયત મંત્રીએ જાહેરાત કરી છે કે, ટૂંકા ગાળામાં જ પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી કરાશે. આવતા 6 મહિનામાં આ ભરતી પૂરી કરવાનો ટાર્ગેટ હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું છે.
આ સાથે રાજ્ય સરકારે 2018ની પંચાયત વિભાગની તલાટી તથા સીનિયર અને જુનિયર ક્લાર્કની જગાઓ માટે શરૂ કરેલી ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ તલાટી તથા સીનિયર અને જુનિયર ક્લાર્કની ભરતીની પ્રક્રિયાને નવી ભરતી સાથે સંકલિત કરી લેવામાં આવશે.
ગુજરાત સેવા પસંદગી બોર્ડ દ્વારા આ ભરતીપ્રક્રિયા કરવામાં આવશે. જેમાં જુના ઉમેદવારોને પણ લાભ આપવામાં આવશે. ગત વખતે જે ભરતી માટેના ફોર્મ કેન્ડીડેટ એ ભર્યા હતા એમની ફી પરત કરાશે તેમ પણ મંત્રી બ્રિજેશ મેરજાએ રહ્યું છે. બ્રિજેશ મેરજાએ જાહેરાત કરી હતી કે, પંચાયત વિભાગની જગાઓ માટે અગાઉ જિલ્લા કક્ષાએ ભરતી થતી હતી પરંતુ હવે નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.
પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં આજે જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની બેઠક બોલાવી છે તેમાં મેરજાએ આ જાહેરાત કરી હતી. ગાંધીનગર સ્વર્ણિમ 2 ખાતે રાજ્યના DDO હાજર રહેશે. જિલ્લાના વિકાસ કામો અને ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ સંદર્ભે આ કોન્ફરન્સમાં ચર્ચા થશે.
પંચાયત સાથે કામ કરતા અધિકારીઓની વિડીયો કોનફરન્સથી યોજાઈ હતી. જેમાં ગ્રામ પંચાયત દ્વારા પાયાના કામ અટકે નહિ ઝડપથી ઉકેલાય એની માટે તાકીદ કરવામાં આવી છે.
બ્રિજેશ મેરજાએ કહ્યું કે, ગામનું કામ ગામમાં થાય તે રીતે સંચાલન થવું જોઈએ. સરપંચોને કરોડોની ગ્રાન્ટ ગ્રામીણ વિકાસ માટે આપવામાં આવે છે. સાથે જ ગ્રામીણ વિસ્તારમાં 100 રસીકરણ થાય તે દિક્ષામાં કામ કરવા કહેવાયું છે.
આ પણ વાંચો : Ahmedabad : નવરાત્રિની ઉજવણી બાબતે થઇ રહી છે વિચારણા, કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સરકાર સજ્જ : ઋષિકેશ પટેલ