Ahmedabad : નવરાત્રિની ઉજવણી બાબતે થઇ રહી છે વિચારણા, કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સરકાર સજ્જ : ઋષિકેશ પટેલ
બીજી તરફ કોરોનાના કેસ ઘટ્યા છે. ત્યારે નવરાત્રી ઉજવાશે કે નહીં તેના પર હજુ અસમંજસની સ્થિતિ છે. જેને લઈ આરોગ્ય પ્રધાને સારા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે નવરાત્રીની ઉજવણીને લઈ સરકાર વિચારણા કરી રહી છે.
રાજયના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમયે સોલા સિવિલમાં ઉદભવતી કેટલીક સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા ખાતરી આપી હતી. આ ઉપરાંત, કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહિવત છે. આ દાવો રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કર્યો છે.
તેમણે કહ્યું કે રાજ્ય સહિત દેશભરમાં મોટાપાયે વૅક્સીનેશન થઈ રહ્યું છે. લોકો પણ એવું માનવા લાગ્યા છે કે કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. સીરો સર્વે પણ થઈ રહ્યા છે. તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહીવત છે. અને જો કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ તેને પહોંચી વળવા માટે સરકાર સજ્જ છે. OPDથી લઈ સર્જરી સુધીની સુવિધા સાથે હોસ્પિટલો સજ્જ છે.
બીજી તરફ કોરોનાના કેસ ઘટ્યા છે. ત્યારે નવરાત્રી ઉજવાશે કે નહીં તેના પર હજુ અસમંજસની સ્થિતિ છે. જેને લઈ આરોગ્ય પ્રધાને સારા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે નવરાત્રીની ઉજવણીને લઈ સરકાર વિચારણા કરી રહી છે. આ વખતે સરકાર એવો નિર્ણય કરશે કે જેનાથી લોકોને પણ એવું ન લાગે કે તેમને બાંધી રાખવામાં આવ્યા છે. સરકાર વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે અને તે અંગેની ગાઈડલાઈન્સ પણ બહાર પાડશે.
મા કાર્ડને લઈ અત્યારે લોકોને પડી રહેલી સમસ્યાઓનો ટૂંક સમયમાં જ ઉકેલ આવશે. રાજ્ય સરકાર 23 સપ્ટેમ્બરથી મા કાર્ડ અંગેનું અભિયાન ચલાવવા જઈ રહી છે. હાલમાં મા કાર્ડ અને કેન્દ્રના PMJYના ક્લબિંગનું કામ ચાલી રહ્યું છે. બંને કાર્ડના ક્લબિંગ બાદ લોકોને વ્યક્તિગત મા કાર્ડ આપવામાં આવશે. પહેલા પરિવારના પાંચ સભ્યો જ લાભ લઈ શકતા હતા. તેની જગ્યાએ હવે પરિવારના તમામ સભ્યો યોજનાનો લાભ લઈ શકશે. હોસ્પિટલમાં પણ ફક્ત બેથી ત્રણ કલાકમાં જ સારવારની મંજૂરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આરોગ્યપ્રધાને દાવો કર્યો કે આ યોજનાથી રાજ્યના 80 લાખ પરિવારને લાભ મળશે.