રાજ્યમાં હવે રેપીડ એન્ટીજન ટેસ્ટ અને HRCT ટેસ્ટના આધારે પણ રેમડેસીવીર અપાશે

GANDHIANAGAR : પહેલા માત્ર RT-PCR ટેસ્ટના આધારે જ Remedicivir ઇન્જેક્શન અપાતા હતા.

| Updated on: Apr 15, 2021 | 8:53 PM

GANDHIANAGAR : ગુજરાત હાઇકોર્ટની એક બાદ એક ફટકાર બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ હવે એક બાદ એક મહત્વના નિર્ણયો લઇ રહ્યું છે. ઘરે સારવાર લેતા દર્દીઓ માટે Remedicivir ઇન્જેક્શન આપવનો નિર્ણય લીધા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે આ અંગેનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.

RAT, HRCT ટેસ્ટના આધારે પણ રેમડેસીવીર અપાશે
રાજ્યમાં હવે રેપીડ એન્ટીજન ટેસ્ટ (RAT)અને HRCT ટેસ્ટના આધારે પણ રેમડેસીવીર આપવામાં આવશે. પહેલા માત્ર RT-PCR ટેસ્ટના આધારે જ Remedicivir ઇન્જેક્શન અપાતા હતા. આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કરીને આ નિર્ણય અંગે જાણ કરી છે. આ પરિપત્ર આરોગ્ય કમિશ્નરે બહાર પાડ્યો છે.

આરોગ્ય કમિશ્નરનો પરિપત્ર
આ જાહેરાત અંગેના આરોગ્ય કમિશ્નરના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જયારે દેશ અને રાજયમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહયો છે ત્યારે કોવિડ-19 ના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી કોવિડ-19ની સારવાર લેતા દર્દીઓને RT-PCR રીપોર્ટ પોઝીટીવ હોય તેઓ ને જ સંદર્ભ દર્શિત પત્ર મુજબ રેમડેસીવીર આપવામાં આવતા હતા. પરંતુ હવેથી જે દર્દીઓના રીપોર્ટ HRCT પોઝીટીવ હોય તથા રેપીડ એન્ટીજન ટેસ્ટ ( RAT ) હોય તેવા દર્દીઓને પણ હવેથી રેમડેસીવીર આપવાના રહેશે.

રેમડેસીવીરનું ઉત્પાદન વધારવા, ભાવ ઘટાડવાની જાહેરાત
કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સહીત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ બુલેટ ગતિએ વધી રહ્યું છે. કોરોનાના ઉપચારમાં રેમડેસીવીર ઇન્જેક્શન લાઈફસેવર તરીકે માનવામાં આવે છે. જો કે આજકાલ રેમડેસીવીર મોટી માંગ, અપૂરતો જથ્થો, કાળાબજારી અને ખાનગીમાં ઉંચી કિંમતે વેચવા જેવી વિવિધ મુદ્દાઓ અંગે ખુબ ચર્ચામાં રહ્યું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રેમડેસીવીરની નિકાસ બંધ કરી હતી અને હવે તેના ભાવ ઘટાડવાની પણ જાહેરાત કરી છે.

3500થી ઓછી કિંમતે મળશે રેમડેસીવીર
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું કે તા.11 એપ્રિલ 2021 ના રોજ DGFT દ્વારા રેમડેસીવીર પર તેના API અને ફોર્મ્યુલેશન માટે નિકાસ પ્રતિબંધિત કરાયો હતો. સરકારનાં હસ્તક્ષેપથી રેમડેસીવીરના લગભગ 4 લાખ વાઇલ કે જે એક્સપોર્ટ માટે બનાવાઈ રહી હતી, તેને સ્થાનિક માર્કેટની જરૂરીયાત માટે ડાયવર્ટ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોવિડ સામેની લડાઇમાં સાથે જોડાતાં રેમડેસીવીરના ઉત્પાદનકર્તાઓ અઠવાડિયાના અંત સુધીમાં સ્વેચ્છાએ રેમડેસીવીરનો ભાવ રૂ.3500 થી ઓછી કિંમતે ધટાડી દેશે.

Follow Us:
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">