ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાનું નામ પણ સીએમની રેસમાં અગ્રેસર, જાણો તેમની રાજકીય સફર
ગુજરાતના નવા સીએમ તરીકે, નીતિન પટેલ, મનસુખ માંડવીયા અને ગોરધન ઝડફિયાનુંનામ ચર્ચામાં છે. ગોરધન ઝડફિયા રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અને હાલ ગુજરાતના ભાજપના ઉપ પ્રમુખ ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચામાં છે.
ગુજરાતના સીએમ વિજય રૂપાણી(Vijay Rupapi) ના રાજીનામાં બાદ રાજ્યના નવા સીએમ તરીકેના નામની ચર્ચાની અટકળો તેજ બની છે. જેમાં રાજ્યના નવા સીએમની જાહેરાત ભાજપ હાઇ કમાન્ડ દ્વારા કરવામાં આવશે. જો કે રાજ્યમાં સીએમ રૂપાણીના સ્થાને સીએમ તરીકે અનેક નામો ચર્ચામાં છે.
ગુજરાતના નવા સીએમ તરીકે, નીતિન પટેલ, મનસુખ માંડવીયા અને ગોરધન ઝડફિયાનું(Gordhan Zadafiya) નામ ચર્ચામાં છે. ગોરધન ઝડફિયા રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અને હાલ ગુજરાતના ભાજપના ઉપ પ્રમુખ ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચામાં છે.
ગોરધન ઝડફિયાનો જન્મ 20 જૂન 1954માં રાજ્યના ભાવનગર નજીકનાગારિયાધાર વિસ્તારમાં થયો હતો. તે વખતે ગારિયાધર મુંબઈ રાજયનો હિસ્સો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા તે પૂર્વે તેઓ 15 વર્ષ સુધી વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતા હતા.
તેમણે અમદાવાદ શહેરમાં ભાજપના મહામંત્રી તરીકે સેવા આપી હતી અને 1995-97 અને 1998-2002 દરમિયાન બે વખત ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સરકારમાં 2001-2002 દરમિયાન ગૃહ અને સુરક્ષા અને પોલીસ આવાસ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી હતા. વર્ષ 2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગોરધન ઝડફિયા ગૃહરાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. તેમના પર 2002 ના ગુજરાત રમખાણોમાં સંડોવણીનો આરોપ હતો.
જ્યારે ગુજરાતમાં કેશુભાઈ બાદ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનતા ગોરધન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા વચ્ચે તિરાડ પડતા તેમણે મંત્રીમંડળમાં જોડાવવાનો ઇન્કાર કર્યો હતો. તેમજ તેની ભાજપ પાટી સાથેથી પણ છેડો ફાડીને ગુજરાત પરિવર્તન પાર્ટી નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી.
જો કે આખરે વર્ષ 2014માં કેશુભાઈ પટેલની દરમ્યાનગીરી બાદ સમગ્ર પક્ષને ભાજપમાં વિલીન કરીને ભાજપમાં જોડાયા હતા. તેમજ તેની બાદ ૨૭ ડીસેમ્બર-૨૦૧૮ના રોજ લોકસભાની ચૂંટણી માટે ગોરધન ઝડફિયાને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઇન્ચાર્જ બનાવીને ભાજપના રાષ્ટ્રીય સ્તરે સ્થાન આપવામાં આવ્યું હતું. તેમજ હાલ ગોરધન ઝડફિયા ગુજરાત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.
આ પણ વાંચો : Nitin patel : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ મુખ્યપ્રધાનની રેસમાં, આવો જાણીએ તેની કારકિર્દી વિશે
આ પણ વાંચો : Gandhinagar : ગુજરાતના CM વિજય રૂપાણીનું રાજીનામું, એક નજર રૂપાણીની રાજકીય કારર્કિદી પર