VIDEO: વેન્ચુરા એર કનેક્ટ કંપનીએ પોતાના પૂર્વ CEO સામે નોંધાવી ફરીયાદ, 2.33 કરોડ રુપિયાનો ચુનો લગાવ્યાનો આરોપ
સુરતમાં પીપલોદની વેન્ચુરા એર કનેક્ટ લિમિટેડ કંપનીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં પોતાના જ પૂર્વ CEO સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેમના પર ફોર સીટર પ્લેન સસ્તા અપાવવાના નામે રૂપિયા 2 કરોડ 33 લાખની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ પણ વાંચો: VIDEO: સુરત ફાયર વિભાગ એક્શનમાં, ફાયર સેફ્ટી ના હોય તેવી ઈમારતો સામે તવાઈ કંપનીના પૂર્વ સીઈઓએ […]

સુરતમાં પીપલોદની વેન્ચુરા એર કનેક્ટ લિમિટેડ કંપનીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં પોતાના જ પૂર્વ CEO સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેમના પર ફોર સીટર પ્લેન સસ્તા અપાવવાના નામે રૂપિયા 2 કરોડ 33 લાખની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે.
આ પણ વાંચો: VIDEO: સુરત ફાયર વિભાગ એક્શનમાં, ફાયર સેફ્ટી ના હોય તેવી ઈમારતો સામે તવાઈ
કંપનીના પૂર્વ સીઈઓએ કંપનીમાં પ્રગતિ માટે વધુ બે નાના પ્લેન અમેરિકાથી મંગાવ્યા હતા. જેના માટે તેમણે અમેરિકામાં ગોલ્ડ એરો કોર્પોરેશન નામની કંપની સાથે ડીલ નક્કી કરીને નાણાં પણ ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જો કે ડીલને પૂર્ણ થવામાં એક લાંબો સમય વીતી ગયો હોવા છતા પ્લેનની ડિલીવરી થઈ ન હતી. જેથી કંપનીએ તપાસ કરાવતા જાણવા મળ્યું કે, વેન્ચુરા એર કનેક્ટ લિમિટેડ કંપનીના પૂર્વ CEO કાર્તિક ગરાસિયા અમેરિકામાં સ્થાયી થઈ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કંપનીના નવા CEOએ દબાણ કરતા પૂર્વ સીઈઓએ 1.19 કરોડ પરત કર્યા. અને બાકીની નીકળતી 2.33 કરોડની રકમ પાછા ન આપ્યા. જેથી વેન્ચુરા એર કંપનીએ પૂર્વ CEO સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવતા પોલીસે હાલ તપાસનો દૌર શરૂ કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

