જાણો ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી શરૂ થયેલી TRAINના સમય, ભાડું અને સ્ટોપ

વડાપ્રધાન મોદી (PM MODI)એ 17 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)કેવડીયા (Kevadiya) સુધી 8 ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું. દેશમાં એક સાથે 7  ટ્રેનોને કેવડીયા સુધી પ્રસ્થાન કરાવવામાં આવી અને એક ટ્રેનને કેવડીયાથી પ્રસ્થાન કરાવવામાં આવી.

જાણો 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધી શરૂ થયેલી TRAINના સમય, ભાડું અને સ્ટોપ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 18, 2021 | 11:29 PM

વડાપ્રધાન મોદી (PM MODI)એ 17 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)કેવડીયા (Kevadiya) સુધી 8 ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું. દેશમાં એક સાથે 7  ટ્રેનોને કેવડીયા સુધી પ્રસ્થાન કરાવવામાં આવી અને એક ટ્રેનને કેવડીયાથી પ્રસ્થાન કરાવવામાં આવી.  દેશના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હતી, જ્યારે એક ગંતવ્ય સ્થાન પર વિવિધ જગ્યાએથી 8 ટ્રેનોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ કેવડીયા ખાતે દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન Kevadiya Railway Station અને ડભોઈ અને ચાણોદ રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. રોડમાર્ગ, હવાઈમાર્ગ બાદ હવે ટ્રેન દ્વારા પણ સરળતાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 8 ટ્રેનો શરૂ થઈ એમાં અમદાવાદ, હજરત નિઝામુદ્દીન (દિલ્હી), ચેન્નઈ સેન્ટ્રલ, પ્રતાપનગર(વડોદરા), વારાણસી, દાદર(મુંબઈ) અને રિવા(MP) શહેરોનો સમાવેશ થાય છે. આવો જાણીએ આ TRAINના સમય, ભાડું અને સ્ટોપ વિશે.

  1. અમદાવાદથી કેવડીયા અને કેવડીયાથી અમદાવાદ

અમદાવાદથી કેવડીયા જન શતાબ્દી ટ્રેન દિવસમાં બે વાર ઉપડશે. જેમાં પ્રથમ ટ્રેન સવારે 7:55 કલાકે ઉપડશે અને 10:40 કલાકે પહોંચશે. બીજી ટ્રેન બપોરે 3:20 કલાકે ઉપડશે અને 6:20 કલાકે પહોંચશે. જ્યારે કેવડીયાથી અમદાવાદ બે ટ્રેનમાં પ્રથમ ટ્રેન સવારે 11:15 કલાકે ઉપડશે અને બપોરે 2:00 વાગ્યે પહોંચાડશે અને બીજી ટ્રેન સાંજે 8:20 કલાકે ઉપડશે અને રાત્રે 11:20 કલાકે અમદાવાદ પહોંચાડશે. આ બંને ટ્રેનો નિયમિત દોડશે. આ જનશતાબ્દી ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ છે. સાથે જ એસી ચેર કાર એક્ઝિક્યુટિવ ક્લાસ અને એસી ચેર અને નોનએસી ચેર કોચની સુવિધા મળશે. આ ટ્રેન જતા-આવતા વડોદરા સ્ટેશને રોકાશે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.155થી રૂ.810 સુધીનું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

2) હજરત નિઝામુદ્દીન(દિલ્હી)થી કેવડીયા અને કેવડીયાથી હજરત નિઝામુદ્દીન(દિલ્હી)

દિલ્હીના હજરત નિઝામુદ્દીનથી કેવડીયા અને કેવડીયાથી હજરત નિઝામુદ્દીન સુધી દોડનારી ટ્રેન દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે. જે હજરત નિઝામુદ્દીનથી દર બુધવાર અને ગુરુવારે બપોરે 3:20 કલાકે ઉપડશે. જે બીજા દિવસે સવારે 5:45 કલાકે કેવડીયા પહોંચાડશે. જ્યારે કેવડીયાથી દર મંગળવારે અને ગુરુવારે બપોરે 1:25 વાગ્યે ઉપડશે જે બીજા દિવસે રાત્રે 3:20 કલાકે પહોંચડશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર સ્લીપર કોચ અને સિટિંગ કોચની સુવિધા મળશે. કેવડીયાથી હજરત નિઝામુદ્દીન જતા-આવતા આ ટ્રેન વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, કોટા, અને મથુરા સ્ટેશને રોકાશે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.320થી રૂ.1990 સુધીનું છે.

3) કેવડીયાથી ચેન્નઈ સેન્ટ્રલ અને ચેન્નઈ સેન્ટ્રલથી કેવડીયા

કેવડીયાથી  ચેન્નઈ સેન્ટ્રલ સુધીની આ ટ્રેન સુપરફાસ્ટ વિકલી એક્સપ્રેસ ટ્રેન છે. આ ટ્રેન કેવડીયાથી દર બુધવારે સવારે 9:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 6:00 કલાકે ચેન્નઈ સેન્ટ્રલ પહોંચાડશે. જ્યારે ચેન્નઈ સેન્ટ્રલથી આ ટ્રેન દર રવિવારે રાત્રે 10:30 કલાકે ઉપડશે, જે બીજા દિવસે બપોરે 3:00 કલાકે કેવડીયા પહોંચાડશે. આ ટ્રેન જતા-આવતા વડોદરા, સુરત, વસઈ રોડ, કલ્યાણ, પૂણે, સોલાપૂર, રાયચૂર, ગૂંટાકલ, કૂડાપા, રેનીગૂંટા રોકાશે. જ્યારે કેવડીયાથી ચેન્નઈ સેન્ટ્રલ જતી ટ્રેન પેરામબુરના વધુ એક સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર સ્લીપર કોચ અને સિટિંગ કોચની સુવિધા મળશે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.435થી રૂ.2,675 સુધીનું છે.

4) પ્રતાપનગર (વડોદરા)થી કેવડીયા અને કેવડીયાથી પ્રતાપનગર (વડોદરા)

પ્રતાપનગર (વડોદરા)થી કેવડીયા અને કેવડીયાથી પ્રતાપનગર (વડોદરા) મેલ એક્સપ્રેસ મેમુ ટ્રેન છે, જે દરરોજ ત્રણ વાર મળશે. આ ટ્રેન પ્રતાપનગરથી સવારે 7:10, બપોરે 12:20 અને બપોરે 3:35 કલાકે ઉપડશે. જ્યારે કેવડીયાથી સવારે 9:40, બપોરે 1:00 અને રાત્રે 9:55 કલાકે ઉપડશે. આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ સિટિંગ કોચની સુવિધા મળશે. આ ટ્રેન જતાં-આવતા ડભોઈ સ્ટેશને રોકાશે. આ ટ્રેન જતા-આવતા ડભોઇ સ્ટેશને રોકાશે. આ ટ્રેનનું ભાડું રૂ.55 છે.

5) કેવડીયાથી વારાણસી અને વારાણસીથી કેવડીયા

મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનને કેવડીયા સુધી લંબાવવામાં આવી છે. જે દર મંગળવારે સાંજે 6:55 કલાકે કેવડીયાથી ઉપડશે અને દર ગુરુવારે સવારે 5:25 કલાકે વારાણસીથી ઉપડશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સિટિંગની સુવિધા મળશે. આ ટ્રેન જતા-આવતા વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, આમલનેર, ભુસાવળ, ઈટારસી, જબલપુર, કટની, સતના અને પ્રયાગરાજ છીવકી સ્ટેશને રોકાશે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.475થી રૂ.5,000 સુધીનું છે.

6) દાદર(મુંબઈ)થી કેવડીયા અને કેવડીયાથી દાદર(મુંબઈ)

આ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન દરરોજ દાદરથી રાત્રે 11:30 કલાકે ઉપડશે અને કેવડીયાથી દરરોજ રાત્રે 9:25 કલાકે ઉપડશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સિટિંગની સુવિધા મળશે. આ ટ્રેન જતા-આવતા બોરીવલી, વલસાડ, સુરત, ભરૂચ અને વડોદરા રોકાશે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.170 થી રૂ.1,700 સુધીનું છે.

7) કેવડીયાથી રિવા(MP) અને રિવા(MP)થી કેવડીયા

મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનને કેવડીયા સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન કેવડીયાથી દર શુક્રવારે સાંજે 6:55 કલાકે ઉપડશે અને રિવા(MP)થી દર શનિવારે સાંજે 8:55 કલાકે ઉપડશે. આ ટ્રેન જતા-આવતા વડોદરા, ભરૂચ, સુરત, આમલનેર, જલગાંવ, ભુસાવળ, ખાંડવા, ઈટારસી, પીપરિયા, ગદરવાડા, નરસિંહપુર, જબલપુર, કટની, મઈહર, અને સતના સ્ટેશને રોકાશે. આટ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સિટિંગની સુવિધા મળશે. આ ટ્રેનનું ભાડું સુવિધા મુજબ રૂ.415 થી રૂ.4,425 સુધીનું છે.

આ પણ વાંચો :  વડાપ્રધાન મોદીએ  દેશને વધુ એક ભેટ આપી, SOU માટે 7 શહેરોમાંથી 8 ટ્રેનને લીલીઝંડી બતાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">