Junagadh માં થયો કમોસમી વરસાદ, કેરીના પાકમાં નુકસાનને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો

છેલ્લા થોડા દિવસથી રાજયનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને રાજયના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.

| Updated on: May 03, 2021 | 7:05 PM

રાજ્યમાં એક તરફ કોરોના વાઈરસનો કહેર છે, તો બીજી તરફ કમોસમી વરસાદે પણ સામાન્ય લોકોની સાથે ધરતીપુત્રોની ચિંતા વધારી છે. છેલ્લા થોડા દિવસથી રાજયનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને રાજયના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજયનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આજે જૂનાગઢ શહેરમાં કમોસમી વરસાદ થયો હતો. શહેરના મોતીબાગ, ઝાંઝરડા રોડ અને કાળવાચોક સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ફળોના રાજા કેરીના પાકમાં નુકશાન થવાની શક્યતા છે તો સાથે જ ઉનાળુ પાક એવા તલ, અડદ અને મગને પણ નુકસાન થઈ શકે છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">