સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરાઈ, જાણો વિગતો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરાઈ, જાણો વિગતો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તેમજ આવતીકાલે મહાનગરપાલિકા માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે.

Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Feb 05, 2021 | 6:34 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તેમજ આવતીકાલે મહાનગરપાલિકા માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. તેવા સમયે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો માટે મહત્તમ ખર્ચની મર્યાદા નક્કી કરતો પરિપત્ર આજે જાહેર કર્યો છે. જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના પ્રચાર ખર્ચ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે.

Gujaratમાં  મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે નવ વોર્ડથી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 2,25,000, એકથી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 1,50,000 અને જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 4 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયત દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 2 લાખ રૂપિયા ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

election commission circular

આ ઉપરાંત Gujarat રાજય ચૂંટણી પંચ દ્વારા તમામ ઉમેદવારોને તેમના ખર્ચના હિસાબ નિશ્ચિત સમયમર્યાદામાં મોકલી આપવા માટે પણ આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: ભારતને બદનામ કરવા ગ્રેટાના ‘ગ્રેટ પ્લાન’ નો પર્દાફાશ, જુઓ કેમ ખેડૂત આંદોલનને લઇ આંતરરાષ્ટ્રીય વિવાદ ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati