ભારતને બદનામ કરવા ગ્રેટાના ‘ગ્રેટ પ્લાન’ નો પર્દાફાશ, જુઓ કેમ ખેડૂત આંદોલનને લઇ આંતરરાષ્ટ્રીય વિવાદ ?

ભારતમાં બે મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલને એક નવું જ રૂપ ધારણ કર્યુ છે. ખેડૂત આંદોલનની હવે વિશ્વભરમાં ચર્ચા થઇ રહી છે

Bhavyata Gadkari

| Edited By: Utpal Patel

Feb 05, 2021 | 6:19 PM

ભારતમાં બે મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલને એક નવું જ રૂપ ધારણ કર્યુ છે. ખેડૂત આંદોલનની હવે વિશ્વભરમાં ચર્ચા થઇ રહી છે. ભારતની આંતરીક બાબતમાં હવે વિવિધ ઇન્ટરનેશનલ કલાકારો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પહેલા પોપસ્ટાર રિહાનાએ આંદોલનને લઇને ટ્વીટ કર્યુ. ત્યાર બાદ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોએ આ મામલામાં ઝંપલાવવાનું શરૂ કર્યુ. જેને લઇને વિશ્વભરમાં ભારતને લઇને સોશિયલ મીડિયા પર હેશટેગ્સ અને ટિપ્પણીઓ શરૂ થઇ છે.

તમને જણાવી દઇએ કે ખેડૂત આંદોલનને લઇને એક ટ્વિટે ભારે વિવાદ સર્જ્યો છે. અને તેને લઇને દિલ્લી પોલીસે FIR પણ નોંધી છે. પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે (Greta Thunberg)  આંદોલનના સમર્થનમાં એક ટ્વિટ કર્યુ હતુ. સાથે જ ટૂલ કીટ પણ જાહેર કરી હતી. બાદમાં આ ટૂલ કીટને હટાવી દેવાઇ હતી. પરંતુ તેને લઇને હવે વિવાદ ઉભો થયો છે. આ ટૂલ કીટમાં ભારતીય ખેડૂતોને વિશ્વના દરેક ખૂણામાંથી કેવી રીતે સમર્થન કરવું તેની માહિતી આપવામાં આવી હતી. પરંતુ વિવાદ એટલે સર્જાયો છે કારણ કે આ ટૂલ કીટમાં પાંચ ચરણોમાં ભારત પર દબાણ વધારવાની યોજના હતી.

વિદેશી કલાકારો કેમ કરી રહ્યા છે દખલગીરી ?

હવે સવાલ એ ઉદ્ભવે છે કે ગ્રેટા થનબર્ગ અને અન્ય વિદેશી કલાકારો ભારતના આંતરીક મામલામાં દખલ કેમ કરી રહ્યા છે ? તેઓ ભારત અને ભારતની આંતરીક બાબતો, સમસ્યાઓ અને ખેૂડતોના પ્રશ્નોથી અજાણ છે. તો કઇ રીતે તેઓ આ મામલે ટ્વિટ કરી રહ્યા છે ? લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાનો હક છે. પરંતુ કોઇ એજંડાને લઇને દેશને બદનામ કરવું તે યોગ્ય નથી

સેલીબ્રીટીઝને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ લાખો રૂપિયા મળે છે

તમને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા કંપનીઓ આવા સેલીબ્રીટી ઇન્ફલુએન્સર્સ (Influencers)ને પોસ્ટ કરવા બદલ મોટી રકમ ચૂકવે છે. તેમની એક પોસ્ટ તેમને માલામાલ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આવા સેલીબ્રીટીના એક ટ્વીટની કિંમત લગભગ 26 લાખ રૂપિયા જેટલી હોય છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ આ લોકોને લાખો રૂપિયા મળે છે અને હવે આ એક ઓફિશીયલ બિઝનેસ છે. ફક્ત એક પોસ્ટ કરવાથી તેઓ લાખો ડોલર્સ કમાઇ લે છે.

કેટલાક સંગઠનોનો વહેતી ગંગામાં હાથ ધોવાનો પ્રયાસ

ખેડૂત આંદોલનની શરૂઆતથી જ વિદેશી સંગઠનોનો તેમાં હાથ હોવાની વાતો સામે આવી છે. ખેડૂત આંદોલનમાં કેટલાક લોકો પોતાનો એજન્ડા થોપવામાં લાગેલા છે. જેના કારણે ગણતંત્ર દિવસે દિલ્લીમાં હિંસા પણ થઇ હતી. દિલ્લી બોર્ડર પર કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય કિસાન યુનિયન પર કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર વિદેશથી ફંડ લેવાનો આરોપ લાગ્યો હતો. અને બેંકે આ સંગઠનને ચેતવણી પણ આપી હતી.

ભારતનો આ કલાકારોને જવાબ

ખેડૂતોના મામલામાં વિદેશી હસ્તીઓની દરમિયાનગિરિ બાદ વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે એ જાણીને દુ:ખ થયુ કે અમુક સંગઠનના લોકો પોતાનો એજન્ડા થોપવા નિવેદન બાજી કરી રહ્યા છે. કોઇપણ પ્રકારની કમેન્ટ કરતા પહેલ તથ્ય અને પરિસ્થિતિઓની તપાસ કરવી જરુરી છે. આવી સ્થિતીમાં કોઇપણ સેલિબ્રિટી દ્વારા સંવેદનશીલ ટ્વીટ કરવું કે હેશટેગ ચલાવવું જવાબદારીભર્યુ પગલું નથી.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati