ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની આઠ ટીમો તૈનાત કરાઇ

સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની 4 ટીમો અને અને દક્ષિણ ગુજરાતમાં 3 ટીમો ડિપ્લોઇ કરવામાં આવી છે. તેમજ કચ્છમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની આઠ ટીમો તૈનાત કરાઇ
Weather Update

ગુજરાત(Gujarat) માં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. તેમજ અત્યાર સુધી રાજયના 65 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં એનડીઆરએફ(NDRF)ની 4 ટીમો અને અને દક્ષિણ ગુજરાતમાં 3 ટીમો ડિપ્લોઇ કરવામાં આવી છે. તેમજ કચ્છમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે. જયારે બુધવારે અમરેલીમાં પણ એક ટીમ મોકલવામાં આવશે

સુરતના પલસાણામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેર અને જલાલપોરમાં બે કલાકમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના કામરેજમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઓલપાડ, ચોર્યાસી અને નવસારીમાં દોઢ – દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 7, 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

તેમજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે દરિયા કિનારાના જિલ્લામાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જેમાં રાજ્યના અત્યાર સુધી 50 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે .

જેના લીધે ડેમો અને નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. તેમજ વરસાદની ઘટ પણ ઘટી છે. જ્યારે ગુજરાતના આગામી પાંચ દિવસમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો : Surat : સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી જન જીવન થયું પ્રભાવિત, હજી 3 દિવસની આગાહી

આ પણ વાંચો : Uttarakhand: ઉત્તરાખંડમાં વરસાદથી વિનાશ, રાનીપોખરીના જાખન નદી પર બનેલો રસ્તો ધોવાયો, જુઓ VIDEO

Click on your DTH Provider to Add TV9 Gujarati