જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા મંદિર ખુલ્લું રહેશે, કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાશે

શ્રી દ્વારકાધીશ વ્યવસ્થાપન સમિતિ અને કલેકટરની યાદીમાં જણાવ્યા અનુસાર દર વર્ષે દ્વારકા મંદિરના જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવે છે. જે દરમ્યાન લાખો ભાવિક ભક્તો આવતા હોય છે. જો કે ચાલુ વર્ષે મંદિર નિયત દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.

જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા મંદિર ખુલ્લું રહેશે, કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાશે
Dwarka temple to remain open on Janmashtami Corona guideline to be followed (File Photo)

ગુજરાતનું સુપ્રસિદ્ધ દ્વારકા મંદિર જન્માષ્ટમી નિમિત્તે ખુલ્લું રહેશે. તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવામાં આવશે.

જેમાં શ્રી દ્વારકાધીશ વ્યવસ્થાપન સમિતિ અને કલેકટરની યાદીમાં જણાવ્યા અનુસાર દર વર્ષે દ્વારકા મંદિરના જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવે છે. જે દરમ્યાન લાખો ભાવિક ભક્તો આવતા હોય છે. જો કે ચાલુ વર્ષે મંદિર નિયત દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.જેમાં મંદિરના દર્શન માટે આવતા તમામ દર્શનાર્થીઓએ કોરોના સંક્રમણ નિયંત્રણની એસ.ઓ. પીનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

જન્માષ્ટમીના તહેવારને લઈ વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દ્વારકા નગરીને  સોળ શણગાર કરવામાં આવ્યા છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો થનગનાટ દ્વારકાવાસીઓમાં જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને ધ્યાને રાખી રાજ્ય સરકારની ગાઈડ લાઈન અનુસાર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

દ્વારકાધીશ મંદિરમાં પણ ફરજિયાત માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવશે. તેમજ દર્શનાર્થીઓએ સર્કલમાં ઉભા રહી સોશિયલ ડિસ્ટન્સ રાખી દર્શન કરવાના રહેશે. ગાઈડ લાઈન પ્રમાણે મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન કરી શકશે.તો દર્શન કરતી વખતે દર્શનાર્થીઓએ SOPનું ફરજિયાત પાલન કરવું પડશે.

જન્માષ્ટમીના પર્વે લોકમેળા નહીં યોજી શકાય.તેમજ મટકી ફોડના આયોજન પર પણ પ્રતિબંધ મુકાયો છે. ઉપરાંત દ્વારકાધીશ મંદિર દ્વારા ઓનલાઈન દર્શનની સુવિધા કરાઈ છે. જે મંદિરની ઓફિશીયલ વેબસાઈટ મારફત લાઈવ આરતીનો લ્હાવો ભાવિકો લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોજાનાર જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. સૌપ્રથમ જન્માષ્ટમીના પર્વની વાત કરીએ તો, 8 મહાનગરોમાં 30 ઓગસ્ટે એટલે કે જન્માષ્ટમીની રાત્રે નાઇટ કર્ફ્યૂમાં 2 કલાકની વધુ છૂટ અપાઇ છે. એટલે કે 8 મહાનગરોમાં રાત્રીના 11ના બદલે 1 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂમાં છૂટ અપાશે.

તો મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શનની છૂટ અપાઇ છે. તો દર્શન કરતી વખતે દર્શનાર્થીઓએ SOPનું ફરજિયાત પાલન કરવું પડશે. સાથે જ મંદિર સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે વ્યવસ્થા કરવી પડશે. તો જન્માષ્ટમીના પર્વે રાજ્યમાં લોકમેળા નહીં યોજી શકાય. તો મટકી ફોડના આયોજન પર પણ પ્રતિબંધ મુકાયો છે.

તો ગણેશોત્સવ માટે પણ રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. ગણેશોત્સવની ગાઇડલાઇન પર નજર કરીએ તો, સાર્વજનિક ગણેશોત્સવમાં માત્ર 4 ફૂટની મૂર્તિનું જ સ્થાપન કરી શકાશે. અને ગણેશ ભક્તો પણ ઘરમાં 2 ફૂટની શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરી શકશે. ખાસ કરીને ગણેશ મંડળોએ પંડાલમાં દર્શન માટે SOP પાલન કરાવવું પડશે. અને પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આયોજકોએ વ્યવસ્થા કરવી પડશે.

સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે પ્રસાદ વિતરણ અને પૂજા-આરતીની છૂટ અપાઇ છે. જોકે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ લગાવાયો છે. આ સિવાય ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોને એક વાહન સાથે છૂટ અપાઇ છે.

હાલ તો ગણેશોત્સવ અને જન્માષ્ટમીના પર્વને લઇને સરકારે આપેલી છુટછાટથી ઉત્સાહનો માહોલ છે. અને, આયોજકો સહિત લોકોએ પર્વની ઉજવણીને લઇને તૈયારીઓ આરંભી દીધી છે.

આ પણ વાંચો : Gir Somnath : લોક સુનાવણીનો ખેડૂતોએ બહિષ્કાર કર્યો, ગેસ પાઈપ લાઈન ખેતરોમાંથી પસાર થવાને લઇને નારાજગી

આ પણ વાંચો : SURAT : પુણા હનીટ્રેપ કેસમાં બે આરોપીઓની ધરપકડ, કુલ 9 આરોપીઓની સંડોવણી સામે આવી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati