SURAT : પુણા હનીટ્રેપ કેસમાં બે આરોપીઓની ધરપકડ, કુલ 9 આરોપીઓની સંડોવણી સામે આવી
Honeytrap in Surat : આ ટોળકી યુવાનોને ફોન કરી શરીર સુખ માણવા બોલાવી બાદમાં પોલીસના સ્વાંગમાં કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવે છે. ટોળકીમાં ઝડપાયેલા બેની સાથે દંપત્તિ સાથે અન્ય બે મહિલા સહિત કુલ 9 સામેલ છે.
SURAT : સુરત શહેરમાં હનીટ્રેપ કરતી ગેંગ સતત સક્રિય થઈ રહી છે અને લોકોને પોતાની જાળ માં ફસાવી ને રૂપિયા પડાવી રહી છે. શહેરમાં શરીરસુખ માણવા પુણાગામ વિક્રમનગરમાં બોલાવ્યો હતો યોગીચોકના રત્નકલાકાર પાસે 3 લાખ રૂપિયા પડાવનાર ટોળકીના બે ને ઝડપી પાડ્યા છે…
સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા રત્નકલાકારને એક મહિલૉ ફોન દ્વારા કોન્ટેક કરી પોતાની વાતોમાં ભોળવી હતી અને બાદમાં આ ફરિયાદી યુવકને શરીરસુખ માણવાના બહાને શહેરના પુણાગામના વિક્રમનગરમાં બોલાવી હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો.
જે ઘરમાં મહિલા આ રત્નકલાકાર વેપારીને લઇ ગઈ હતી ત્યાં પહેલાથી જ મહિલાના માણસો હાજર હતા. ફરિયાદી યુવક મહિલા સાથે અંદર ગયો અને કેટલાક માણસો પોલીસના સ્વાંગમાં રિવોલ્વરની અણીએ ઉડાવી દેવાની ધમકી આપી ખંડણી પેટે રૂ.3 લાખ પડાવી લીધા હતા.
આમ યુવક પાસે રૂપિયા પડાવી ને ભાગી છૂટ્યા હતા બાદમાં રત્નકલકર દ્વારા પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.આ ટોળકી યુવાનોને ફોન કરી શરીર સુખ માણવા બોલાવી બાદમાં પોલીસના સ્વાંગમાં કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવે છે.
હનીટ્રેપની ફરિયાદના આધારે પુણા પોલીસે ટોળકીમાં સામેલ મહિલા સહિત બે લોકોને ઝડપી લીધા બાદમાં તેમની પુછપરછમાં જાણવા મળ્યું છે કે ટોળકીમાં ઝડપાયેલા બેની સાથે દંપત્તિ સાથે અન્ય બે મહિલા સહિત કુલ 9 સામેલ છે.જેમાં પોલીસે ટોળકીના બીજા ઇસમોને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : AHMEDABAD : GTUમાં ભારતીય વેદ, પુરાણો અને ઉપનિષદના 12 અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યાં, કોઇપણ વ્યક્તિ લઇ શકે છે પ્રવેશ