Dwarka : દરિયાકાંઠે 55 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના
ગુજરાતના દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા તથા દરિયા કિનારે ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે.
ગુજરાતમાં દ્વારકા(Dwarka) જિલ્લાના માછીમારોને તા 11 થી 14 દરમ્યાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જેમાં ગુજરાતના દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા તથા દરિયા કિનારે ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર જખાઉ થી દીવ સુધી દરિયાના પવનની ગતિ વધી શકે છે.
જેના લીધે માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહીં જવાની સૂચના આપવામાં આવી છે. તેમજ દરિયા કિનારાની નજીક વિસ્તારમાં રહેલો જરૂરી સામાન પણ સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે.
Published on: Jul 11, 2021 06:28 PM
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો