દુઃખાવા માટે ક્યારે વાપરશો હોટ થેરાપી ? કઈ રીતે મેળવશો દર્દથી છુટકારો ?

દુઃખાવો કે કોઈ ઇજા થાય ત્યારે ગરમ પાણીનો શેક કરવાથી રાહત મળે છે. પહેલાના સમયમાં તો ગરમ પાણીથી નાહવાનું અથવા ગરમ પાણીમાં હાથ પગ રાખવાની સલાહ આપવામાં આવતી હતી. પણ હવે તો હોટ વોટર બેગ બજારમાં ઉપલબ્ધ છે. અમે તમને બતાવીએ કે કઈ રીતે ગરમ પાણીનો શેક તમને રાહત આપી શકે છે. પહેલા તો ગરમ […]

દુઃખાવા માટે ક્યારે વાપરશો હોટ થેરાપી ? કઈ રીતે મેળવશો દર્દથી છુટકારો ?
https://tv9gujarati.com/health-tv9-stories/dukhava-maate-ky…rd-thi-chhutkaro-159870.html
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 15, 2020 | 4:10 PM

દુઃખાવો કે કોઈ ઇજા થાય ત્યારે ગરમ પાણીનો શેક કરવાથી રાહત મળે છે. પહેલાના સમયમાં તો ગરમ પાણીથી નાહવાનું અથવા ગરમ પાણીમાં હાથ પગ રાખવાની સલાહ આપવામાં આવતી હતી. પણ હવે તો હોટ વોટર બેગ બજારમાં ઉપલબ્ધ છે. અમે તમને બતાવીએ કે કઈ રીતે ગરમ પાણીનો શેક તમને રાહત આપી શકે છે.

પહેલા તો ગરમ અને ઠંડા પાણીનો શેક ફક્ત મોટી ઉંમરના લોકો જ કરતા હતા પણ હવે તો 30 વર્ષની ઉંમરથી જ લોકોને અનેક પ્રકારના દુઃખાવાની શરૂઆત થઈ જતી હોય છે. ઘણા લોકોને એ ખબર નથી હોતી કે કયા દુઃખાવા માટે ઠંડા પાણીનો અને કયા દુઃખાવા માટે ગરમ પાણીનો શેક કરવો જોઈએ. જે જગ્યાએ ઠંડો શેક કરવો જોઈએ ત્યાં ગરમ અને ગરમ કરવો જોઈએ ત્યાં ઠંડો શેક કરી નાખીએ તો મોટી તકલીફ ઊભી થઈ શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગરમ શેક જે જગ્યા પર લેવામાં આવે છે એ ભાગનું તાપમાન વધારવામાં એ મદદરૂપ બને છે. એ ભાગનું તાપમાન થોડુંક પણ વધે તો શરીરના એ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે. જ્યારે એ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે ત્યારે એ ભાગમાંથી કળતર હટી જાય છે અને એ સ્નાયુની ફ્લેક્સિબિલિટી વધે છે. ગરમ શેક કે હીટ થેરપી સ્નાયુને રિલૅક્સ કરે છે અને ટિશ્યુનું જે ડૅમેજ થયું હોય છે એને ઠીક કરે છે.

પહેલાં શેક માટે આપણે રબરની થેલી વાપરતા. હવે મોટા ભાગનાં ઘરોમાં આજકાલ હીટિંગ પૅડ્સ જોવા મળે છે. આ પદ્ધતિને ડ્રાય હીટ થેરપી કહે છે. જ્યારે પેઇન ક્રૉનિક હોય એટલે કે દુખાવાની તકલીફ લાંબા ગાળાથી ચાલી આવતી હોય જેમ કે આર્થરાઇટ્સ કે સંધિવાને લીધે થતો દુખાવો, ખરાબ પૉઝને કારણે સતત રહેતો પીઠનો, કમરનો કે ખભાનો દુખાવો, ગોટલા ચડી ગયા હોય વગેરે પરિસ્થિતિમાં ગરમ શેક એમાં પણ ખાસ ભીની એટલે કે વેટ હીટ થેરપી યુઝ કરવી જોઈએ.

૧. હીટ થેરપીમાં સૌથી મહત્વની વાત જે સમજવાની છે એ એમ છે કે શેક અત્યંત ગરમ ન હોવો જોઈએ. હૂંફાળાથી સહેજ વધુ એવો ગરમ હોવો જોઈએ. અત્યંત ગરમ પાણી કે એકદમ ગરમ હીટિંગ પૅડ વાપરવાથી સ્કિન ખરાબ થઈ શકે છે અને ફાયદો પણ થતો નથી.એટલે અત્યંત ગરમ ન વાપરતાં ઓછું ગરમ પાણી વધુ ઉપયોગી છે.

૨. બીજી મહત્વની વસ્તુ એ છે કે કેટલો સમય શેક કરવો જોઈએ? જો ખૂબ જ તકલીફ હોય તો વધુમાં વધુ અડધો કલાક શેક કરી શકાય. બાકી ૧૫-૨૦ મિનિટ સુધીનો શેક પૂરતો થઈ પડશે. ઘણા કેસમાં ૧૦-૧૦ મિનિટના શેક પણ કહેવામાં આવે છે, જે દિવસમાં ૩-૪ વાર કરવાના હોય છે. તકલીફ કેવી અને કયા પ્રકારની છે એ મુજબ સમય નક્કી થાય છે.

૩. મોટા ભાગે હીટિંગ પૅડ જે લોકો વાપરતા હોય છે તે તેમને જે ભાગમાં તકલીફ છે એ ભાગમાં જ પૅડ રાખે છે અને એ રીતે શેક કરતા હોય છે.

૪. પરંતુ વેટ હીટિંગ કઈ રીતે વપરાય એ ખાસ સમજવું જોઈએ. જે ભાગમાં દુખાવો હોય ત્યાં હૂંફાળાથી થોડુંક વધારે હોય એવા ગરમ પાણીની ધાર કરીએ તો એ રીતે શેક થતો રહે છે. ગરમ પાણીથી સ્નાન એ એક પ્રકારની હીટ થેરપી જ છે. ખાસ કરીને આખા શરીરમાં કળતર હોય ત્યારે આ રીત કામ આવે છે.

૫. પીઠ કે કમરના ભાગ પર ગરમ પાણીમાં બોળેલો ટુવાલ રાખવો જોઈએ. દર એક મિનિટે એ ટુવાલ સૂકો થઈ જાય છે કે ઠંડો પડી જાય છે એટલે ફરી એને ગરમ પાણીમાં બોળી લગાવવો. આમ સતત કરતા રહેવું. ઘણા લોકોને આ પદ્ધતિ કંટાળાજનક લાગે છે, પરંતુ હકીકત એ છે કે એ ખૂબ જ અકસીર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">