AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં ગર્ભપરીક્ષણ કરતો તબીબ રંગે હાથ ઝડપાયો , પોર્ટેબલ મશીનનો કરતો હતો ઉપયોગ, જુઓ Video

સુરતમાં ગર્ભપરીક્ષણ કરતો તબીબ રંગે હાથે ઝડપાયો છે. જેમાં હોમીયોપેથિક તબીબ પોર્ટેબલ મશીનનો ઉપયોગ કરતો હતો.

Breaking News : સુરતમાં ગર્ભપરીક્ષણ કરતો તબીબ રંગે હાથ ઝડપાયો , પોર્ટેબલ મશીનનો કરતો હતો ઉપયોગ, જુઓ Video
Surat Fetal Test
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 01, 2023 | 3:52 PM
Share

Surat : સુરતમાં(Surat)  ગર્ભ પરીક્ષણ(Fetal Test)  કરતો તબીબ રંગે હાથે ઝડપાયો છે. જેમાં હોમીયોપેથિક તબીબ પોર્ટેબલ મશીનનો ઉપયોગ કરતો હતો. ફરી એકવાર ગર્ભના ગુનેગારોનો પર્દાફાશ થયો છે અને અમદાવાદ બાદ હવે સુરતમાંથી ઝડપાયા છે. જેમાં ગર્ભ પરીક્ષણ કરતા ગુનેગારો. આરોગ્ય વિભાગને મળેલી બાતમીના આધારે શહેરના પરવત પાટીયા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે. બ્રહ્મા ક્લિનિકમાં આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન પોર્ટેબલ મશીનથી ગર્ભપરીક્ષણ કરતો તબીબ ઝડપાયો.અહીં રાજેશ ધોળિયા નામનો તબીબ હેન્ડી પોર્ટેબલ ટેબલેટની મદદથી સોનોગ્રાફી કરતો હતો.

ગર્ભ પરિક્ષણનો ખુલાસો થયા બાદ ટીમોએ ક્લિનિકમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.જેમાં પોર્ટેબલ ટેબલેટ, પ્રોબ, જેલી, સોનોગ્રાફી મશીન સહિતનો મુદ્દામાલ ઝડપાયો છે. આરોગ્ય વિભાગે તમામ મુદ્દામાલ જપ્ત કરીને આરોપી તબીબ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં આરોપી તબીબે હેન્ડી પોર્ટેબલ ટેબ્લેટ મશીનની એક્ટ મુજબ નોંધણી પણ ન કરાવી હોવાનો ખુલાસો થયો છે..મહત્વપૂર્ણ છે કે આરોગ્ય વિભાગની ટીમોને મળેલી ફરિયાદના આધારે આ તપાસ શરૂ કરવામાં આવી હતી અને પાછલા 2 મહિનાથી આરોગ્યની ટીમોએ અહીં વોચ ગોઠવી હતી.

સોનોગ્રાફી  મશીનથી દરરોજ સવારે 9 થી 12  વાગ્યા સુધી 20 થી 25 સગર્ભાઓના ગર્ભનું પરીક્ષણ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન 30 તારીખને મંગળવારે કેતન નકુમ, દિલીપ કોટક અને હિંમત વેલારી તેમજ પંચો તરીકે કિરણ દેસાઈ, યોગીતા દેસાઈએ ભેગા મળીને બ્રહ્મા ક્લિનિકની બહાર વોચ ગોઠવી હતી. ત્યારબાદ શંકાસ્પદ મહિલા ક્લિનિકમાં પ્રવેશ્યા.  પૂણા પોલીસને સાથે રાખી ક્લિનિકમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સગર્ભા મયૂરી હરીચંદ્ર મરાઠેનું ગર્ભ પરીક્ષણ કરતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો : આસારામ વિરુદ્ધના દુષ્કર્મનો કેસ, ટ્રાયલ કોર્ટે નિર્દોષ છુટેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં અપીલ કરશે

તબીબ હોવાથી પોતાની ક્લિનિકમાં ડો. ગિરીશને બોલાવી ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. ગર્ભ પરીક્ષણ માટે 10 થી 15  હજાર રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. વધુમાં ગાંધી કુટિરના 414 નંબરના મકાનમાં રહેતી સુનિતા સંજયભાઈ આંબીવાદે એજન્ટની ભૂમિકા ભજવતી હતી. તે સગર્ભા મહિલાઓને ક્લિનિક સુધી લાવી કમિશન મેળવતી હતી. પોલીસે તબીબ રાજેશ ધોળિયા, ડો. ગિરીશ વાડિયા અને એજન્ટ સુનિતા આંબીવાદે સામે પી.સી. એન્ડ પી.એન. ડી.ટી.એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">