શું તમે જાણો છો ગુજરાતમાં પહેલી રથયાત્રા ક્યાં નીકળી હતી ? અને શું છે ગુજરાતની રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ? જાણો અહેવાલ દ્વારા

જગન્નાથજીના ભકતોમાં ભરૂચની એક ખલાસી માતાએ 1878 માં અમદાવાદના તત્કાલિન મંહતને વિનંતી કરી હતી કે રથયાત્રાના દિવસે ભરૂચના ખલાસીઓ દ્વારા બનાવવામાં આવેલા ત્રણેય રથ ખેંચવાની સેવા અમારા ખલાસી પુત્રોને સોંપો.

શું તમે જાણો છો ગુજરાતમાં પહેલી રથયાત્રા ક્યાં નીકળી હતી ? અને શું છે ગુજરાતની રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ? જાણો અહેવાલ દ્વારા
બે સૈકા જૂની રથયાત્રાની પરંપરાને જાળવતા ભરૂચમાં રથયાત્રા નીકળી પરંતુ કોરોના મહામારીના કારણે તેને સતત બીજા વર્ષે મંદિર પરિસરમાંજ ભ્રમણ કરાવાયું હતું.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 1:07 PM

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144 Rathyatra) નિયમો સાથે નિકળી હતી . રાજ્ય સરકારે કોરોના(Corona) નિયમોના પાલન સાથે અમદાવાદમાં રથયાત્રા યોજવાની મંજૂરી આપી પણ રાજ્યની સૌથી જૂની રથયાત્રામાં ભગવાન જગન્નાથ મંદિર પરિસરમાંજ ભ્રમણ કરશે. શું આપ જાણો છો ગુજરાતમાં સૌથી પેહલી જગન્નાથજીની રથયાત્રા ક્યાં અને ક્યારે નીકળી હતી? અને શું છે રાજ્યમાં રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ?

રાજયમાં ઉત્સાહ અને શ્રદ્ધાના પ્રતિક સમાન રથયાત્રાની શરૂઆત બે સૈકા પૂર્વે  સૌપ્રથમ ભરૂચમાં ફૂરજા બંદરેથી કરાઈ હોવાનો ભરૂચના ભોઈ સમાજનો દાવો  છે. ભરૂચના ભોઈ સમાજ અનુસાર  ભરૂચમાં 17મી સદીમાં નર્મદાના પવિત્ર કિનારે ફુરજા બંદર પાસે ભગવાન જગન્નાથજીનાં મંદિરનું નિર્માણ કરાયું હતું. મંદિરની સ્થાપના અંગે ભોઈજ્ઞાતીના અતિ વયોવૃધ્ધો પાસેથી મળતી માહિતી મુજબ ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજુરીકામ કરતા હતા.

અહી વિશાળ સાગર જેવો નર્મદાનો પ્રવાહ વહેતો હતો. દેશ – વિદેશના મોટા મોટા વહાણો અહી લંગારતા હતા. ફુરજા બંદરે ભોઈ લોકો કામ કરતા અને ભોજન બાદ વિશ્રામ કરતા હતા. ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી મજુરો તથા વેપારીઓ અવાર નવાર ભરૂચના લોકોને મળતા હતા.ઓરિસ્સાના શ્રમજીવીઓના સંપર્ક માં ભોઈ સમાજનાં લોકો પણ આવ્યા હતા જેમણે ભગવાન જગન્નાથી ગાથા વર્ણવી હતી . શ્રધ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે નર્મદા કિનારે એક મંદિર હોય તો વધુ સારું રહે જેથી દર્શન કર્યા બાદ પોતાના કામે લાગવાથી બરકત અને ઈશ્વરનો આશીર્વાદ હમેશા મળે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના કર્મચારીઓએ અહી ભગવાન જગન્નાથજી નું મંદિર બનાવવાનું નક્કી કર્યું. તે સમયે આ ફુરજા વિસ્તારના નર્મદા કિનારાની માટી નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના રેસા ના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજી ની મૂર્તિ બનાવવા આવી હતી . આજ રીતે ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણ ની ભવ્ય પ્રતિમા ઓ તૈયાર થઇ અને પછી ત્યાં મંદિર બનાવવા માં આવ્યું ત્યારથી ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે.

ભરૂચની ખલાસી માતાની વિનંતીથી રથ ખેંચવાની જવાબદારી ખલાસી ભાઇઓ નિભાવે છે જગન્નાથજીના ભકતોમાં ભરૂચની એક ખલાસી માતાએ 1878 માં અમદાવાદના તત્કાલિન મંહતને વિનંતી કરી હતી કે રથયાત્રાના દિવસે ભરૂચના ખલાસીઓ દ્વારા બનાવવામાં આવેલા ત્રણેય રથ ખેંચવાની સેવા અમારા ખલાસી પુત્રોને સોંપો. જે વિનંતી મહંતે માન્ય રાખી હતી ત્યારથી જ રથયાત્રામા ભગવાનના રથ ખેંચવાની જવાબદારી ખલાસી ભાઇઓ નિભાવે છે.

અમદાવાદની પ્રથમ રથયાત્રા માટે ભરૂચના ખલાસીઓએ ૩ સુંદર રથ તૈયાર કર્યા હતા અમદાવાદમાં 1878 માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસ રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે આ વાતની જાણ થતા ભરૂચના ખલાસી ભાઈઓએ સૌપ્રથમ રથયાત્રા માટે નાળીયેરના લાકડામાંથી ત્રણ સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજી ભેટ ધાર્યા હતાં. જે રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરી સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">