સાગરદાણના રૂ.22.50 કરોડ માટે દૂધસાગર ડેરીએ અમૂલ ફેડરેશનને લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર ઘટના

સાગરદાણના રૂ.22.50 કરોડ માટે દૂધસાગર ડેરીએ અમૂલ ફેડરેશનને લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર ઘટના

વર્ષ ૨૦૧૩માં દેશમાં પડેલા દુષ્કાળમાં મહારાષ્ટ્રમાં મોટા પાયે પશુના આહારની  જરૂરિયાત ઉભી થતા આણંદ સ્થિત ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ,અમુલ ના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી  દ્વારા ૨૨ કરોડ ૫૦ લાખની કિમતનું પશુ દાણ મહારાષ્ટ્રમાં મોકલી આપવામાં આવ્યું હતું. જોકે બાદમાં સમગ્ર મામલે નાણા ચુકવણીને લઇ વિવાદ થતા કોર્ટ ધ્વારા મહારાષ્ટ્રમાં મોકલવામાં આવેલ પશુદાણની રકમ વિપુલ […]

Dharmendra Kapasi

| Edited By: Parth_Solanki

Feb 05, 2019 | 12:28 PM

વર્ષ ૨૦૧૩માં દેશમાં પડેલા દુષ્કાળમાં મહારાષ્ટ્રમાં મોટા પાયે પશુના આહારની  જરૂરિયાત ઉભી થતા આણંદ સ્થિત ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ,અમુલ ના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી  દ્વારા ૨૨ કરોડ ૫૦ લાખની કિમતનું પશુ દાણ મહારાષ્ટ્રમાં મોકલી આપવામાં આવ્યું હતું.

જોકે બાદમાં સમગ્ર મામલે નાણા ચુકવણીને લઇ વિવાદ થતા કોર્ટ ધ્વારા મહારાષ્ટ્રમાં મોકલવામાં આવેલ પશુદાણની રકમ વિપુલ ચૌધરી પાસેથી વસુલવાનો આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ દૂધસાગર ડેરીમાંથી મોકલવામાં આવેલ દાણની રકમ વિપુલ ચૌધરી દ્વારા ચુકવવામાં ન આવતા હાલના દૂધસાગરડેરીના ચેરમેન આશાબેન ઠાકોરે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના ચેરમેન રામસિંહ પરમાર ને એક પત્ર લખવામાં આવ્યો છે.

જેમાં માંગ કરવામાં આવી છે કે વિપુલ ચૌધરી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનના હોદ્દાની રુએ આ નિર્ણય લીધો હોવાને કારણે પશુ દાણની કીમત ૨૨ કરોડ ૫૦ લાખ રૂપિયા દૂધસાગર ડેરીને ચૂકવી આપવા જોઈએ ,આ મામલે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમારે ટીવી ૯ સાથે ખાસ વાતચીત કરી જેમાં તેઓ દ્વારા સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું કે ફેડરેશનના બોર્ડમાં આવો કોઈ ઠરાવ થયોજ ન હોવાને કારણે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને આ મેટરમાં કોઈ લેવા દેવા જ નથી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati