Dharoi: ધરોઈ ડેમમાં નવા પાણીની આવક વધી, ત્રણ દરવાજા ખોલાયા, સિઝનમાં બીજી વાર સાબરમતીમાં પાણી છોડાયુ

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. ઉપરવાસ રાજસ્થાન સરદહી વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ સાબરમતી નદીમાં નવા પાણીની આવક થઈ છે. સાબરમતી નદીમાં નવા નીર આવવાને લઈ ધરોઈ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવાની શરુઆત રવિવારે કરવામાં આવી છે.

Dharoi: ધરોઈ ડેમમાં નવા પાણીની આવક વધી, ત્રણ દરવાજા ખોલાયા, સિઝનમાં બીજી વાર સાબરમતીમાં પાણી છોડાયુ
Follow Us:
| Updated on: Sep 17, 2023 | 10:18 PM

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. ઉપરવાસ રાજસ્થાન સરદહી વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ સાબરમતી નદીમાં નવા પાણીની આવક થઈ છે. સાબરમતી નદીમાં નવા નીર આવવાને લઈ ધરોઈ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવાની શરુઆત રવિવારે કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Aravalli: મેઘરજમાં બેંકમાંથી પૈસા ઉપાડી નિકળેલ ખાનગી ફાયનાન્સના કર્મચારી પાસેથી 12.60 લાખ તફડાવી શખ્શ ફરાર, જુઓ Video

સવારે 8 કલાકથી સાબરમતી નદીમાં પાણીની આવકમાં ધીરે ધીરે વધારો શરુ થયો હતો. બપોર બાદ આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેને લઈ ધરોઈ ડેમમાં જળસ્તરમાં વધારો નોંધાયો હતો. ઉત્તર ગુજરાત અને ઉપરવાસ સરહદી વિસ્તારમાં વરસાદને લઈ સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક થઈ હતી, જેને લઈ ધરોઈ ડેમની આવકમાં વધારો થયો હતો.

ધરોઈ ડેમના ત્રણ દરવાજા ખોલાયા

સવારે 8 વાગ્યાના અરસા દરમિયાન સાબરમતી નદીમાં સાડાત્રણસો ક્યુસેક આવકમાં વધારો થતા 2465 ક્યુસેક આવક નોંધાઈ હતી. જે કલાક બાદ એટલે કે 9 વાગ્યાના અરસા દરમિયાન 9861 ક્યુસેક નોંધાઈ હતી. ત્યારબાદ 11 કલાકના અરસા દરમિયાન પાણીની આવક 10, 341 ક્યુસેક થઈ હતી. જેને લઈ 12 કલાકે 2 દરવાજા 0.45 મીટર ખોલવામાં આવ્યા હતા. આમ 4126 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બપોરે એક કલાકે પાણીની આવકમાં વધારો થતા 14,467 ક્યુસેક આવક થઈ હતી. સાંજે 5 વાગ્યાના અરસા દરમિયાન 23,313 ક્યુસેક આવક નોંધાઈ હતી. આમ વધતી આવક સામે 12,972 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. જોકે સાંજે 7 કલાકે આવકમાં ઘટાડો નોંધાયો હતો. આવક ઘટીને સાંજે 7 વાગે 13,452 નોંધાઈ હતી.

92 ટકા ભરાયો ડેમ

ધરોઈ ડેમ હાલમાં 92 ટકા વધુ ભરાઈ ચુક્યો છે. આમ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાના ખેડૂતોને માટે રાહત સર્જાઈ છે. ધરોઈ ડેમ માત્ર બે ફુટ થી ઓછા અંતરે મહત્તમ સપાટીથી રહ્યો છે. આમ હવે ડેમ હવે છલકાવાની તૈયારી પર છે. જોકે હાલમાં પાણી છોડવાને લઈ સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના નિચાણવાળા વિસ્તારના નદી કાંઠા વિસ્તારને એેલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં વધારે વરસાદને પગલે પાણી નો જથ્થો  વધારે છોડાઈ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">