Earthquake in Dwarka : દ્વારકા શહેર 5ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યું, ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં
Earthquake in Gujarat : મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર દ્વારકાથી 223 કિમી ઉત્તર પશ્ચિમમાં છે, જે પાકિસ્તાનમાં છે.
ગુજરાતના દ્વારકામાં ગુરુવારે ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર દ્વારકાથી 223 કિમી ઉત્તર પશ્ચિમમાં છે, જે પાકિસ્તાનમાં છે. ગુરુવારે બપોરે 3:15 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર અંદર હતું. આ કેન્દ્ર ગુજરાતના દ્વારકાથી 223 કિલોમીટર, રાજકોટથી 328 કિલોમીટર અને અમદાવાદથી 453 કિલોમીટરના અંતરે હતું. જો કે, આ ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.
An earthquake of magnitude 5.0 on the Richer Scale hit 223 km north northwest of Dwarka, Gujarat today at 3:15 pm: National Centre for Seismology
— ANI (@ANI) November 4, 2021
આસામ અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપ આવ્યો હતો ગુજરાત પહેલા સવારે 10.19 વાગ્યે આસામના સોનિતપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોનિતપુરના ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. આ સાથે હિમાચલ પ્રદેશના શિમલામાં સવારે 7.13 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4 માપવામાં આવી હતી. આ બંને ભૂકંપ ગુરુવારે 4 નવેમ્બરે જ આવ્યા હતા.
ભૂકંપ ક્યારે આવે છે ? ધરતીકંપ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોઈ ખડક અથવા પથ્થર અચાનક પૃથ્વીના પેટાળમાં તૂટી જાય છે અને ત્યાં હલનચલન થાય છે. આ દરમિયાન અચાનક ઉર્જા છૂટવાથી ધરતીકંપના મોજા ઉદ્ભવે છે અને તેના કારણે જમીન હલી જાય છે. ભૂકંપ દરમિયાન અને પછી ભૂગર્ભ ખડકો ખસે છે અને જ્યાં સુધી તેઓ ક્યાંક અટવાઈ ન જાય ત્યાં સુધી આવું થાય છે. શરૂઆતમાં જ્યાં ખડક તૂટે છે તેને ધરતીકંપનું કેન્દ્રબિંદુ અથવા હાયપોસેન્ટર કહેવામાં આવે છે. જમીન પરના કેન્દ્રબિંદુની બરાબર ઉપરના ભાગને એપીસેન્ટર કહેવામાં આવે છે.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ અને VAT ઘટાડવા બદલ નીતિન પટેલે PM મોદી અને CM ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા