પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ

ગૃહમંત્રીએ કહ્યું કે દેશને વડાપ્રધાનની આ 'દિવાળી ગિફ્ટ'થી સામાન્ય માણસને તો રાહત મળશે જ, પરંતુ મોંઘવારી પણ ઘટશે. કેન્દ્રએ બુધવારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો.

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ
HM Amit Shah - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 3:14 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) ગુરુવારે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Narendra Modi) ખૂબ જ સંવેદનશીલ નિર્ણય છે અને તેનાથી સામાન્ય માણસને માત્ર રાહત જ નહીં મળે પરંતુ મોંઘવારી પણ ઘટશે. શાહે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભાજપ શાસિત રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો કરીને લોકોને વધુ રાહત આપવાનું પ્રશંસનીય કામ કર્યું છે.

શાહે ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયાનો ઘટાડો કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારા બાદ પણ રાહત આપવામાં આવી છે જે ખૂબ જ સંવેદનશીલ નિર્ણય છે. આ માટે હું મોદીજીનો આભાર માનું છું.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મોંઘવારી પણ ઘટશે ગૃહમંત્રીએ કહ્યું કે દેશને વડાપ્રધાનની આ ‘દિવાળી ગિફ્ટ’થી સામાન્ય માણસને તો રાહત મળશે જ, પરંતુ મોંઘવારી પણ ઘટશે. ઈંધણના રેકોર્ડ ઊંચા છૂટક ભાવથી ગ્રાહકોને રાહત આપવા કેન્દ્રએ બુધવારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. બીજેપી શાસિત કેટલાક રાજ્યો ઉપરાંત, બિહારે પણ વેટના દરમાં ઘટાડો કર્યો છે જ્યાં ભાજપ શાસક ગઠબંધનનો ભાગ છે. તેનાથી ગ્રાહકોને વધુ રાહત મળી છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ ટ્વિટ કર્યું હતું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વિટ કર્યું, ‘દિવાળીની પૂર્વસંધ્યાએ, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ડીઝલ અને પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, તેમની કિંમતોમાં અનુક્રમે 10 રૂપિયા અને 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જનતાને મોટી રાહત આપવામાં આવી છે. હું આ નિર્ણયને હૃદયપૂર્વક આવકારું છું.

રાજનાથ સિંહે કહ્યું, મોદીજી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ તો હળવો થશે જ, પરંતુ મોંઘવારી પર અંકુશ લાવવામાં પણ મોટી મદદ સાબિત થશે. આ નિર્ણયની અર્થવ્યવસ્થા પર પણ સકારાત્મક અસર પડશે. જનહિતમાં લીધેલા આ સાહસિક નિર્ણય બદલ વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર.

આ પણ વાંચો : Diwali 2021 : PM મોદીએ ડયુટી દરમિયાન જીવ ગુમાવનારા જવાનોને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- નૌશેરાના સિંહોએ હંમેશા આપ્યો છે જડબાતોડ જવાબ

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરઃ શોપિયાંના ગામોમાં છુપાયા આતંકી, સેનાની પણ સખત કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">