ગુજરાતમાં જન્માષ્ટમીની મચી ધૂમ, મંદિરોમાં કૃષ્ણજન્મોત્સવના થયા વધામણાં, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદથી ગૂંજ્યા મંદિરો
કૃષ્ણજન્મોત્સવ (Krishnajanmotsav) થતા જ ભક્તો ઘેલા બન્યા હતા અને બાળ ગોપાલને પારણે ઝૂલાવવાનો લ્હાવો લીધો હતો. બાલ કૃષ્ણના જન્મ અગાઉ રાજ્યના મંદિરોમાં ભગવાનની શોડષોપચારથી પૂજા કરવામાં આવી હતી અને ભગવાનને મનમોહક શણગાર ધરાવવામાં આવ્યા હતા.

જન્માષ્ટમી (Janmashtmi) પર્વનો આનંદ અને ભક્તિનો આનંદ ચરમસીમાએ પહોચ્યો હતો. કૃષ્ણજન્મોત્સવ (Krishnajanmotsav) થતા જ ભક્તો ઘેલા બન્યા હતા અને બાળ ગોપાલને પારણે ઝૂલાવવાનો લ્હાવો લીધો હતો. બાલ કૃષ્ણના જન્મ અગાઉ રાજ્યના મંદિરોમાં ભગવાનની શોડષોપચારથી પૂજા કરવામાં આવી હતી અને ભગવાનને મનમોહક શણગાર ધરાવવામાં આવ્યા હતા. ભગવાનનું આ સ્વરૂપ એવું મોહક હતું કે ભક્તો તેમના સ્વરૂપ ઉપરથી નજર હટાવી શકતા નહોતા રાત્રે બાર વાગતા જ ભક્તોની દિવસનભરની આતુરતાનો અંત આવ્યો હતો અને ક્રીશ્ન કનૈયાલાલ કી જયના નાદ સાથે ભાવિકોએ કૃષ્ણજન્મને વધાવી લીધો હતો. ભારતમાં તેમજ ગુજરાતમાં ભક્તો ભગવાનના જન્મને વધાવવા આતુર બન્યા હતા. ત્યારે દેવભૂમિ દ્વારકા, (Devbhoomi dwarka) ખેડાના ડાકોરમાં (Dakor) અને શામળાજી , તેમજ અમદાવાદમાં ઇસ્કોન, (ISCON) ભાડજ સહિતના કૃષ્ણ મંદિરોમાં અનેરા ઉલ્લાસ અને ભજન કીર્તન સાથે વ્હાલાના જન્મને વધાવી લીધો હતો. ઠેર ઠેર મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયોના નાદ ગૂંજી ઉઠયા હતા. દેશભરમાં હાથી ઘોડા પાલખી…જય કનૈયા લાલ કીના નાદ સાથે લોકો જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ISCON મંદિરમાં કર્યા કૃષ્ણજન્મોત્સવના દર્શન
રાજ્યમાં શ્રીકૃષ્ણજન્મોત્સવની ધૂમ મચી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવના વધામણા કર્યા હતા. અને પ્રભુના દર્શનનો લાભ લીધો હતો.
કૃષ્ણજન્મોત્સવ બાદ ઠેર ઠેર આતશબાજી, માખણ મિસરીના પ્રસાદ વહેચાયા
કોરોનાકાળ હળવો થયા બાદ ઢોલ નગારાના નાદ સાથે લોકોએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવી લીધો હતો. ઠેર ઠેર આતશબાજી જોવા મળી હતી અને લોકોએ ઘરમાં તથા મંદિરોમાં બાળ ગોપાલને પારણિયે ઝૂલાવ્યા હતા. બારલ ગોપાલને જન્મ બાદ માખણ, મિસરી અને વિવિધ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
દ્વારિકા નગરીના રાજા શ્રીકૃષ્ણના થયા દિવ્ય દર્શન
દ્વારિકાનગરીના રાજા દ્વારિકાધીશ કૃષ્ણનો આજે અનેરો ઠાઠ જોવા મળ્યો હતો. ભક્તજનોએ રંગેચંગે વ્હાલના જન્મને આવકાર્યો હતો અને મહિલાઓએ ભાવસભર આંખે પ્રભુના ઓવારણા લીધા હતા.
શામળાજીમાં કાળિયાઠાકરના ગદાધારી સ્વરૂપના થયા દર્શન
ભગવાન શ્રી કૃષ્ણનું ગદાધારી સ્વરૂપ છે એવું શામળાજી મંદિરે જન્માષ્ટમીની અનેરી ઉજવણી ચાલી રહી છે, ગુજરાત જ નહી પરંતુ રાજસ્થાનથી પણ કૃષ્ણભક્તો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે આવી પહોંચ્યા છે,,
ડાકોરના ઠાકોરનો થયો જયનાદ
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ ડાકોરના રણછોડરાયજી મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિનની ભારે ઉત્સાહ સાથે ભાવિકોએ ઉજવણી કરી છે,,, રણછોડરાયજી મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને દિવસભર આરતી અને દર્શન માટે ભાવિકો પડાપડી કરી રહ્યા હતા. રાત્રીના 12 કલાકે કૃષ્ણ ભગવાનના જન્મ સમયે મહા આરતી કરવામાં આવી હતી. અને ભક્તોએ દેવકી નંદનનો જયનાદ બોલાવ્યો હતો.
રાજ્યના નાના મોટા મંદિરોમાં થઈ ભક્તિભાવપૂર્ણ ઉજવણી
અમદાવાદમાં ઇસ્કોન, ભાડજ ઇસ્કોન, જગ્નાથ મંદિર સહિત રાજ્યના દરેક મોટા શહેરોના નાના મોટા મંદિરોમાં કૃષ્ણજન્મ ધામધૂમથી કરવામાં આવ્યો હતો. અને બે વર્ષ બાદ ભગવાનનો જન્મ આટલી ધામધૂમથી થાત રસ્તા પર મેળા જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું.