Dwarka : ખંભાળિયા સલાયામાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત, અનોખો વિરોધ કર્યો
અસહ્ય ગરમી અને વચ્ચે ધોમધખતા તાપ માં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને સરકારના પેટ નું પાણી પણ નથી હલતું ત્યારે સલાયા ખાતે બહોળી સંખ્યામાં લોકોએ માટલા રેલી યોજી હતી. જેના માધ્યમથી સરકારની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો
ગુજરાતમાં (Gujarat) એક તરફ ઉનાળાની(Summer) ઋતુમાં આકરો તાપ આકાશ માંથી નીકળી રહ્યો છે ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકા(Dwarka) જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાથી લોકો માટલા સાથે રાખીને વિરોધ દર્શાવી રહ્યા છે આ દ્રશ્યો છે ખંભાળિયા તાલુકાના સલાયા બંદરના કે જ્યાં લોકોને પીવાનું પૂરતું પાણી ન મળતા ગરમીની જેમ લોકો નો પારો પણ તપિયો હોઈ ત્યારે પીવાના પાણી નું યોગ્ય વિતરણ કરવામાં આવે તે માટે લોકોએ માટલા લઈને પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી.
પાલિકા કચેરી ખાતે માટલા સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે અંદાજીત 50 હજારની વસ્તી ધરાવે છે અને અહીં નગરપાલિકા દ્વારા લોકો ને પીવાના પાણી નું વિતરણ કરવામાં આવે છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સલાયા પાલિકા દ્વારા 8 થી 15 દિવસે તો ક્યારેક એક માસમાં એક વખત પાણી નું વિતરણ કરવામાં આવતા લોકો નો પારો વધી ગયો અને સામાજિક કાર્યકરો દ્વારા લોકો ને સાથે રાખી પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા સત્તાધીશોની આંખ ખોલવા માટે રસ્તા પર ઉતરી ગયા અને પાલિકા કચેરી ખાતે માટલા સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પાણી 8 થી 10 દિવસ તો ક્યારેક એક મહિનો ચાલે તેટલું સ્ટોર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ
સામાજિક કાર્યકર અને સ્થાનિક લોકો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો પણ જોડાયા અને પીવાના પાણી ની વ્યવસ્થા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઉનાળાની મોસમમાં લોકોને જરૂરિયાત કરતા વધુ પાણી ની જરૂર પડતી હોય છે પરંતુ સલાયા ખાતે પીવાનું પણ પૂરતું પાણી ન મળતું હોય અને જ્યારે મળે છે તે પાણી 8 થી 10 દિવસ તો ક્યારેક એક મહિનો ચાલે તેટલું સ્ટોર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
નળ કનેક્શન મારફતે પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માંગ
ત્યારે અસહ્ય ગરમી અને વચ્ચે ધોમધખતા તાપ માં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને સરકારના પેટ નું પાણી પણ નથી હલતું ત્યારે સલાયા ખાતે બહોળી સંખ્યામાં લોકોએ માટલા રેલી યોજી હતી. જેના માધ્યમથી સરકારની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો અને તત્કાલ અસરથી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને પાણીનું વિતરણ પાલિકા દ્વારા આપવામાં આવેલા નળ કનેક્શન મારફતે લોકોને ઘર માં જ મળી રહેવા તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો