AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dwarka : કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રથમ દિવસે નવ વિષયો પર ચર્ચા, રાહુલ ગાંધી શનિવારે આવશે

ગુજરાત કોંગ્રેસ દ્વારા દ્વારકા ખાતે આયોજીત ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગુજરાતના નાગરિકોને સ્પર્શતા જુદા જુદા 18 મુદ્દાઓની વિષયવાર આગેવાનો, કાર્યકરો અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે વિવિધ 10 જુથોમાં ડેલીગેટોને વહેચવામાં આવ્યા હતા

Dwarka : કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રથમ દિવસે નવ વિષયો પર ચર્ચા, રાહુલ ગાંધી શનિવારે આવશે
Gujarat Congress Chintan Shibir At Dwarka
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:03 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ આરંભી છે. દ્વારકા(Dwarka)  ખાતે આયોજીત ત્રિદિવસીય ચિંતન શિબિરનાં(Chintan Shibir)  પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ પક્ષનું શિર્ષત્વ નેતૃત્વએ ભગવાન દ્વારકાધીશની પૂજા – અર્ચના કરી આશીર્વાદ લીધા. ગુજરાતના તાલુકા – જીલ્લામાંથી 500થી વધુ ડેલીગેટ શિબિરમાં જોડાયા હતા. કોંગ્રેસની ચિંતન શિબિરના પ્રથમ દિવસે યુક્રેન – રશિયા યુદ્ધ મુદ્દે ઠરાવ પસાર કરાયો, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની પરિસ્થિતિ નાજુક છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી અને ભારતીયોની ચિંતા કરી તમામને સલામત પરત લાવવા માટે સરકાર વ્યવસ્થા કરે તેવો ઠરાવ પસાર કર્યો હતો.

ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર  કરાશે

દ્વારકા ખાતે આયોજીત ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગુજરાતના નાગરિકોને સ્પર્શતા જુદા જુદા 18 મુદ્દાઓની વિષયવાર આગેવાનો, કાર્યકરો અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે વિવિધ 10 જુથોમાં ડેલીગેટોને વહેચવામાં આવ્યા હતા. જેમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા, મહિલા સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, કોરોના મહામારી, ખેડૂતો – ખેતીની સમસ્યા, આર્થિક અવ્યવસ્થા, શહેરી સમસ્યા સહિતના 18 જેટલા મુદ્દાઓ ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પ્રથમ દિવસે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે આગામી વિધાનસભા 2022ની ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષ આંદોલનાત્મક, આક્રમક, કાર્યક્રમ કરવાનું ચિંતન શિબિરમાં નક્કી કરવામાં આવ્યું.

કોંગ્રેસ પક્ષ રાજ્યની જનતા માટે હક્ક – અધિકાર અને ન્યાયની લડત લડશે

દ્વારકા ચિંતન શિબિરના પ્રથમ દિવસે અધ્યક્ષ સ્થાનેથી શીબીરાર્થીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જેમની સામે લડાઈ લડવાની છે તે સત્યના વિરોધી છે અને જુઠ્ઠુ બોલવામાં અને જુઠ્ઠુ ફેલાવવામાં નિષ્ણાંત છે. ચિંતન શિબિરમાં ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, પૂર્વ સાંસદઓ અને પક્ષના પદાધિકારીઓ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ મુદ્દાઓને, પ્રવર્તમાન સમસ્યાઓને સાથોસાથ આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષે રાજ્યની જનતા માટે હક્ક – અધિકાર અને ન્યાયની લડત માટે કઈ રીતે આગળ વધી શકાય તેની સમગ્ર દિવસ દરમ્યાન ચર્ચા કરવામાં આવી.

ભાજપાના સાથી ઉદ્યોગપતિઓ વધુ અમીર થઈ રહ્યાં છે

દ્વારકા ચિંતન શિબિરના પ્રથમ દિવસે ઉદઘાટક તરીકે સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, ભારતમાં દરેક ભાષા અને જાતિના લોકો વસે છે. વિવિધતામાં એકતા ભારતની તાકાત છે. ભાજપા કેટલુ મોટુ પાપ કરી રહી છે. ત્યારે વિકાસ કોનો થયો , ગરીબો વધુમાં વધુ ગરીબ થઈ રહ્યાં છે અને ભાજપાના સાથી ઉદ્યોગપતિઓ વધુ અમીર થઈ રહ્યાં છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરો માટે ચૂંટણી હોય કે ન હોય પણ ચિંતન શિબિર સતત થવી જોઈએ અને તાલીમ શિબિર પણ થવી જોઈએ.

26  ફેબ્રુઆરીએ કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારકા આવશે

ચિંતન શિબિરના બીજા દિવસે 26  ફેબ્રુઆરીએ કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારકા આવશે. ભગવાન દ્વારકાધીશના દર્શન – આશીર્વાદ બાદ સૌને માર્ગદર્શીત કરશે. અસત્ય – સત્ય, ધર્મ – અધર્મની લડાઈમાં જીત હંમેશા સત્ય અને ધર્મની થાય છે. સંખ્યા હંમેશા ગૌણ હોય છે. આગામી દિવસોમાં રાજ્યની જનતા માટે કોંગ્રેસ પક્ષની પ્રતિબધ્ધતા અંગે ‘ દ્વારકા ડેકલેરેશન – રોડમેપ’ માટે શીબીરાર્થીઓ માટે ગહન – ચિંતન કર્યું હતું.

આગામી ચૂંટણી માટે ‘વિઝન ડોક્યુમેન્ટ – દ્વારકા ડેક્લેરેશન’ જાહેર કરશે

આ સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ – આગેવાનોની ચર્ચા મંથન બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા ચિંતન શિબિરના ત્રીજા દિવસે કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણી માટે ‘વિઝન ડોક્યુમેન્ટ – દ્વારકા ડેક્લેરેશન’ જાહેર કરશે. ગુજરાત પ્રદેશ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ પક્ષનું શિર્ષત્વ નેતૃત્વએ સેવાદળ દ્વારા આયોજીત ધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

તમામ ડેલીગેટઓએ સમગ્ર દિવસ દરમ્યાન ચર્ચામાં સક્રિય ભાગીદારી કરી

દ્વારકા ચિંતન શિબિરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, સોશ્યલ મીડીયાના રાષ્ટ્રીય અધ્યક્ષ રોહન ગુપ્તા, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સંગઠન સહપ્રભારી ડૉ. બિશ્વરંજન મોહંતી, જીતેન્દ્ર બઘેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા મોહનસિંહ રાઠવા, પરેશ ધાનાણી, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષાર ચૌધરી, સાંસદ અમીબેન યાજ્ઞિક, કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, એન.એસ.યુ.આઈ., યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ તથા તમામ સેલ ડીપાર્ટમેન્ટના વડાઓ, ધારાસભ્યઓ, તમામ ડેલીગેટઓએ સમગ્ર દિવસ દરમ્યાન ચર્ચામાં સક્રિય ભાગીદારી કરી હતી

આ પણ વાંચો : Mehsana : તકેદારી કમિશ્નરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, નિરીક્ષણનો અભિગમ અપનાવવાનું સુચન

આ પણ વાંચો : Vadodara : જૈવિક ખાતરોના ઉપયોગથી આ પ્રગતિશીલ ખેડૂતે શેરડીના ઉત્પાદનમાં 25 ટકા વધારો લીધો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">