ધર્મનગરી દ્વારકા રાજકીય મુદે સ્ટાર્ટર પોઈન્ટ, અનેક વખત રાજકીય પક્ષોએ પોતાના કાર્યક્રમની શરુઆત અહીંથી કરી છે
યાત્રાધામ દ્વારકા એ રાજકીય પક્ષો માટે સ્ટાર્ટર પોઈન્ટ સમાન બન્યુ છે. અત્યાર સુધીમાં અનેક રાજકીય પક્ષોએ પોતાના રાજકીય કાર્યકમોની શરૂઆત આહીંથી કરી છે, અત્યારે અહી કોંગ્રેસની ચિંતિત શિબિર ચાલી રહી છે
યાત્રાધામ દ્વારકા એ રાજકીય પક્ષો માટે સ્ટાર્ટર પોઈન્ટ (starter point) સમાન બન્યુ છે. અત્યાર સુધીમાં અનેક રાજકીય પક્ષો (political parties) એ પોતાના રાજકીય કાર્યકમો ની શરૂઆત આહીંથી કરી છે. હાલ દ્વારકામાં ત્રણ દિવસીય ગુજરાત કોંગ્રેસની ચિંતન ચાલી રહી છે. જે કોંગ્રેસના રાજયભરના નેતા સાથે કોંગ્રેસ યુવા નેતા રાહુલ ગાંધીની પણ ખાસ હાજરી છે. ગુજરાતની વિધાનસભાની ચુંટણી પહેલા કોંગ્રેસે ચિંતિત શિબિર કરવા માટે પણ ધર્મનગરી દ્વારકાની પસંદગી કરી. અને જે કાર્યકમ પહેલા ભગવાન દ્વારકાધીશના આર્શીવાદ મેળવ્યા.
2022ની ચુંટણી (Election) કોંગ્રેસ (Congress) પક્ષ માટે ખુબ પડકારદાયક બની રહેશે. ગુજરાત કોંગ્રેસમાં એક એક સિપાઈઓ સેનામાંથી દુર થઈ રહયા છે. અને સામાપક્ષમાં જોડાઈ રહ્યા છે. આ વખતે ચુંટણીમાં સારા પરીણામો મેળવવા માટે હાલથી કવાયત શરૂ કરી છે. જેની શરૂઆત માટે દ્રારકાનગરી પસંદગી કરી. રાજયભરના કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અંહી હાજર રહ્યા અને 35-35ના ગ્રુપમાં વિવિધ વિષય પર કુલ 12 જેટલા મુદાઓ પર ચર્ચા કરવામાં આવી.
અગાઉ પણ રાજકીય પક્ષોએ શરૂઆત દ્વારકાથી કરી હતી
યાત્રાધામ દ્વારકાએ રાજકારણના સ્ટાટીંગ પોઈન્ટ માનવામાં આવે છે. દ્વારકાનગરી ધાર્મિકનગરી તો છે જ સાથે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભુમિ છે. અને માનવામાં આવે છે. ભગવાને કૃષ્ણએ વર્ષો સુધી અંહી રાજા તરીકે વસવાટ કર્યો. અને રાજ કર્યુ સાથે દ્રારકાથી જ રાજકારણની શરૂઆત કરી હતી. અને બાદ અનેક રાજકીય પક્ષોએ પોતાના રાજકીય અને કાર્યકમોની શરૂ કરવા માટે દ્રારકાની પસંદગી કરી છે. આ અગાઉ ભાજપે ચુંટણી પહેલા કરેલા વિજય વિશ્વાસ સમેલનની શરૂઆત પણ દ્રારકાથી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પોતાના સદભાવના ઉપવાસની શરૂઆત પણ દ્રારાથી કરી હતી. 2006માં એ.કે.અડવાણી પોતાની એકતા યાત્રાની શરૂઆત દ્રારકાનગરીથી કરી હતી. અને કોંગ્રેસે આ અગાઉ ભુતકાળમાં પણ પોતના મંથન શિબીરની શરૂઆત દ્રારકાથી કરી હતી. થોડા વર્ષો પહેલા રાહુલગાંધીએ ગુજરાતનો રાજકીય પ્રવાસથી શરૂઆત પણ દ્વારકાથી જ કરી હતી. રાજકીય પક્ષો દ્રારા આ પ્રકારના રાજકીય કાર્યકમો દ્રારકામાં ભુતકાળમાં અનેક વખત યોજાયા છે. 2017માં યાત્રાધામ દ્રારકામાં ભાજપ ત્રિદિવસીય પ્રશિક્ષિણ શિબીર યોજી હતી. મીશન 2017ની ચુંટણીની લડાઈ સર કરવા માટેની શરૂઆત દ્વારકાથી કરી હતી. ચારેય યુગમાં દ્રારકાનગરીનુ અસ્તિત્વ રહ્યુ છે. આ નગરી જ નીતી શીખાડે છે. ભગવાને પણ અંહીથી રાજનીતી શરૂ કરી હતી. રાજાઓને પણ રાજનીતી શીખાડી હતી.
ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાનગરીને પોતાની કર્મભુમિ બનાવી હતી. ત્યારથી દ્રારકાનગરી ધર્મની સાથે રાજનીતી માટેનુ સ્ટાર્ટિંગ પોઈન્ટ બન્યુ છે. આ દેશના નકશામાં પશ્ચિમનુ આખરૂ છોડમાં દ્વારકાનગરી વસી છે. પરંતુ રાજનીતીના પાઠ શરૂ કરવા માટે તેની પ્રથમ પસંદગી થઈ રહી છે.