Junagadh : હર હર મહાદેવના નાદ સાથે ભવનાથના મેળાનો પ્રારંભ, સાધુ સંતોનો જમાવડો

Junagadh : હર હર મહાદેવના નાદ સાથે ભવનાથના મેળાનો પ્રારંભ, સાધુ સંતોનો જમાવડો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 8:20 PM

મહા શિવરાત્રી સુધીમાં લાખો ભક્તો ભવનાથ આવે તેવી શક્યતા છે. મેળાની શરૂઆત સાથે જ ભવનાથમાં હર હર મહાદેવના નાદ ગૂંજી રહ્યા છે.મેળાના અંતિમ દિવસે એટલે કે શિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ સાધુ-સંતો મૃગી કૂંડમાં શાહી સ્નાન કરશે.

જૂનાગઢમાં(Junagadh)આજથી ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ચાલુ થયો છે. મોટી સંખ્યામાં વિવિધ અખાડાના સાધુ-સંતો તેમજ ભક્તો મેળામાં ઉમટ્યા છે. સવારે સાધુ-સંતોની હાજરીમાં ધ્વજારોહણ બાદ ભવનાથ મેળાનો(Bhavnath Melo)વિધિવત પ્રારંભ કરાયો હતો. મેળો શિવરાત્રી સુધી ચાલશે. મહાશિવરાત્રી સુધીમાં લાખો ભક્તો ભવનાથ આવે તેવી શક્યતા છે. મેળાની શરૂઆત સાથે જ ભવનાથમાં હર હર મહાદેવના નાદ ગૂંજી રહ્યા છે.મેળાના અંતિમ દિવસે એટલે કે શિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ સાધુ-સંતો મૃગી કૂંડમાં શાહી સ્નાન કરશે. સંતો આ સ્નાનનો અનેરો મહિમાં ગણાવે છે. શાહી સ્નાનને સંતો શિવ સાથે જીવનું મીલન માને છે. આ શાહી સ્નાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહે છે.

પોલીસ કર્મીઓ ખડે પગે

તો મેળામાં લોકોની સુરક્ષામાં કોઈ ચુક ન રહે તે માટે 3 હજાર જેટલા પોલીસ કર્મીઓ ખડે પગે છે. જેમાં 7 DySP, 25 PI, 94 PSI, 1,408 પોલીસ સ્ટાફ, 669 હોમગાર્ડ, 458 ગ્રામ રક્ષક દળ, 54 ટ્રાફિક જવાનો, 140 મહિલા પોલીસ તેમજ SRPની 2 કંપની તૈનાત છે.

300થી વધુ બસો મેળા માટે દોડશે

બે વર્ષ બાદ જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળો યોજાવા જઇ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. જેથી વહીવટી તંત્રએ પરિસ્થિતિ પર કાબુ રહે તે માટે વ્યવસ્થા ગોઠવી દીધી છે. ભાવિકોને જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી પહોંચાડવા માટે 50 મીની બસ મુકવામાં આવી છે. જેનું ભાડું માત્ર 20 રૂપિયા રખાયું છે. આ ઉપરાંત આ મેળામાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામ જોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા અને ભાવનગર સહિતના શહેરોમાંથી જૂનાગઢ સુધીની કુલ 300થી વધુ બસ દોડાવશે.

આ પણ વાંચો : Vadodara : જૈવિક ખાતરોના ઉપયોગથી આ પ્રગતિશીલ ખેડૂતે શેરડીના ઉત્પાદનમાં 25 ટકા વધારો લીધો

આ પણ વાંચો : અમદાવાદ અને જામનગર મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે કુલ રૂ. 739 કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

g clip-path="url(#clip0_868_265)">