Ahmedabad : પ્રદૂષણ ફેલાવતા બંધ કરાયેલા યુનિટ ફરી શરૂ થતા હાઇકોર્ટનું આકરું વલણ, કહ્યું પોલીસ ફરિયાદ કરો

Ahmedabad : પ્રદૂષણ ફેલાવતા બંધ કરાયેલા યુનિટ ફરી શરૂ થતા હાઇકોર્ટનું આકરું વલણ, કહ્યું પોલીસ ફરિયાદ કરો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 11:39 PM

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા બંધ કરવામાં આવેલા એકમો ફરીથી શરૂ થતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.રાજ્ય સરકારને ટકોર કરતા હાઇકોર્ટે કહ્યું કે, અત્યાર સુધી બધાએ પોતાનું વિચાર્યું, એટલે જ આજે આ સ્થિતિ ઉભી થઇ છે.

અમદાવાદની(Ahmedabad)  સાબરમતી નદીના(Sabarmati River)  પ્રદૂષણ(Pollution)  મુદ્દે હાઈકોર્ટે આકરું વલણ અખત્યાર કર્યું છે. હાઇકોર્ટના આદેશ બાદ બંધ કરવામાં આવેલા એકમો ફરીથી શરૂ થતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.રાજ્ય સરકારને ટકોર કરતા હાઇકોર્ટે કહ્યું કે, અત્યાર સુધી બધાએ પોતાનું વિચાર્યું, એટલે જ આજે આ સ્થિતિ ઉભી થઇ છે. તેમજ બંધ થયેલા એકમો ફરી શરૂ થઇ જતા હાઇકોર્ટે કહ્યું કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને AMC આવા એકમો પર નજર રાખે અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ દાખલ કરે

સાબરમતી નદી પ્રદૂષણ મામલે હાઇકોર્ટે 99 પેજનો આદેશ કર્યો

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી માસમાં જ સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા ઔદ્યૈગિક એકમો સામે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી સાબરમતી નદી પ્રદૂષણ મામલે હાઇકોર્ટે 99 પેજનો આદેશ કર્યો હતો જે મુજબ કોર્પોરેશન અને GPCBએ કાપેલા ઔદ્યોગિક એકમોના જોડાણો ફરી શરૂ કરવામાં નહીં આવે. તેમજ ઈટીપીનું ડિસ્ચાર્જ યોગ્ય ધારાધોરણો પ્રમાણેનું કરવા આદેશ કરાયો છે.નહીંતર ત્યાં સુધી કોર્પોરેશનના કનેક્શન કપાયેલા રહેશે.

કોર્પોરેશન અને GPCBએ કાપેલા જોડાણો યથાવત રહેશે

અમદાવાદના અલગ-અલગ 11 જેટલા એકમોએ કોર્પોરેશનના કનેક્શન કાપવાની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે તમામ અરજીઓને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ અને જસ્ટિસ વૈભવી નાણાંવટીની ખંડપીઠે ફગાવી દીધી હતી.હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે નવી મેગા પાઇપલાઇનના પ્રશ્નનું નિરાકરણ આવે ત્યાં સુધી કોર્પોરેશન અને GPCBએ કાપેલા જોડાણો યથાવત રહેશે

આ પણ વાંચો : યુક્રેનથી દિલ્હી પરત ફરી રહેલા 100 વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા સરકારે વ્યવસ્થા કરી

આ પણ વાંચો : Dwarka : કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રથમ દિવસે નવ વિષયો પર ચર્ચા, રાહુલ ગાંધી શનિવારે આવશે

g clip-path="url(#clip0_868_265)">