Devbhoomi dwarka: ધામધૂમથી પરણાવાયા દ્વારિકાધીશને, ગાર્ડ ઓફ ઓનર સાથે તુલસી વિવાહની ઉજવણી

દ્વારકામાં ભગવાન દ્વારિકાધીશના તુલસી (Tulsi vivah)સાથેના  લગ્નની ઉજણી મોડી રાત સુધી ચાલી હતી.  ભાવિક ભક્તોએ મોડી રાત સુધી  મંદિરના પટાંગણમાં  આ લગ્નોત્સવ  માણ્યો હતો.

Devbhoomi dwarka: ધામધૂમથી પરણાવાયા દ્વારિકાધીશને, ગાર્ડ ઓફ ઓનર સાથે તુલસી વિવાહની ઉજવણી
દ્વારકામાં નીકળી ભગવાનની પાલખી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 8:47 AM

દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત રીતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી છે શાહી સવારીથી ઠાકોરજી જગત મંદિરેથી પરણવા નીકળ્યા હતા હતા શહેરના માર્ગો ઠાકોરજીના નાદથી ગુંજી ઉઠયા હતા તો .જગતમંદિરે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી ઠાકોરજીની પાલખીનું સન્માન કરવામાં આવ્યું હતું. દ્વારકામાં ભગવાન દ્વારિકાધીશના તુલસી સાથેના  લગ્નની ઉજણી મોડી રાત સુધી ચાલી હતી.  ભાવિક ભક્તોએ મોડી રાત સુધી  મંદિરના પટાંગણમાં  આ લગ્નોત્સવ  માણ્યો હતો.

જાણો તુલસી વિવાહની સમગ્ર કથા

તુલસી વિવાહ(TULSI VIVAH)એ વિશ્વના સૌથી શ્રેષ્ઠતમ વિવાહ છે. હિન્દૂ ધર્મ ગ્રંથોમાં દરેક તહેવાર, પર્વ, ઉત્સવ, પ્રસંગ પાછળ કથા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તુલસી વિવાહ કારતક સુદ ૧૧ ના દિવસે મનાવવામાં આવે છે. કથા અનુસાર જલંધર નામનો અસુર હતો અને તેની પત્ની વૃંદા હતી, જલંધર અસુરીવૃત્તિનો હતો જ્યારે વૃંદા ધાર્મિક અને પરમ વિષ્ણુ ભક્ત હતી અને પતિવ્રતા હતી તેના ભક્તિ અને સતિત્વ ના કારણે જલંધર ખૂબ શક્તિશાળી બની ગયો હતો જેથી તેની શક્તિ ના અભિમાનના કારણે તે દરેક જીવ, ઋષિ અને દેવ ને પરેશાન કરવા લાગ્યો હતો.

Dwarka tulsi vivah

દ્વારકામાં મોડી રાત સુધી ભાવિકોએ કર્યા લગ્નોત્સવના દર્શન

આથી દરેક દેવ અને ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે શિવજીને આ વાત કરો. ત્યારે દેવો અને ઋષિઓએ શિવજી ને વિનંતી કરી ત્યારે શિવજી તેમના તપોબળ થી જોયું તો જાલંધરની તાકાત તેની પત્નીના સતિત્વ ને કારણે છે માટે તેમને વિષ્ણુ ને પણ સહાય કરવાનું કહ્યું પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ભેગા મળી જલંધર સાથે યુદ્ધ આરંભ કર્યું અને વિષ્ણુ ભગવાને છલ કરી તેની પત્ની વૃંદાનું સતિત્વ ભંગ કર્યું અને જલંધર મરાયો, આ વાત ની જાણ વૃંદા ને થતા તે ખૂબ વ્યાકુળ અને ગુસ્સે થઈ અને વિષ્ણુ ભગવાન ને કહ્યું કે મેં તમારી ખૂબ ભક્તી કરી તેનું તમે આ ફળ આપ્યું અને તેમને શ્રાપ આપ્યો કે ‘તમે પથ્થર બની જાવ’.

આજનું રાશિફળ તારીખ : 29-11-2024
Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?

આ સાંભળી દેવ, ઋષિઓ એ વૃંદાને વિનંતી કરી તેથી વૃંદા એ માફી પણ માંગી, વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિ થી પરિચિત હતા માટે તેમને આશ્વાસન આપ્યું કે તમે તુલસી ના છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ, તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું.

આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ ( પથ્થર )) સ્વરુપે પ્રાગટ્ય અને તુલસી વૃક્ષ તરીકે અવતરણ પામ્યા, અને બંને ના લગ્ન પણ કરાવવા માં આવે છે અને ભગવાન વિષ્ણુ તુલસી પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. તુલસી વિવાહ ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યા નું પુણ્ય મળે છે એવી ભાવના ભક્તોમાં રહેલી છે.

g clip-path="url(#clip0_868_265)">