AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેમ ઉજવાય છે તુલસી વિવાહનો પર્વ ? જાણો વિશ્વના શ્રેષ્ઠતમ વિવાહની કથા

હરિ અને હરિપ્રિયાના વિવાહ એ તો વિશ્વના શ્રેષ્ઠતમ વિવાહ છે. આખુંય બ્રહ્માંડ બને છે આ વિવાહનું સાક્ષી ! વિવાહની કથા તો જોડાયેલી છે એક શ્રાપ સાથે !

કેમ ઉજવાય છે તુલસી વિવાહનો પર્વ ? જાણો વિશ્વના શ્રેષ્ઠતમ વિવાહની કથા
વિશ્વના અદ્ભૂત વિવાહ, તુલસી વિવાહ!
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 15, 2021 | 7:11 AM
Share

ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય

તુલસી વિવાહ(TULSI VIVAH)એ વિશ્વના સૌથી શ્રેષ્ઠતમ વિવાહ છે. હિન્દૂ ધર્મ ગ્રંથોમાં દરેક તહેવાર, પર્વ, ઉત્સવ, પ્રસંગ પાછળ કથા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તુલસી વિવાહ કારતક સુદ ૧૧ ના દિવસે મનાવવામાં આવે છે. કથા અનુસાર જલંધર નામનો અસુર હતો અને તેની પત્ની વૃંદા હતી, જલંધર અસુરીવૃત્તિ નો હતો જ્યારે વૃંદા ધાર્મિક અને પરમ વિષ્ણુ ભક્ત હતી અને પતિવ્રતા હતી તેના ભક્તિ અને સતિત્વ ના કારણે જલંધર ખૂબ શક્તિશાળી બની ગયો હતો જેથી તેની શક્તિ ના અભિમાનના કારણે તે દરેક જીવ, ઋષિ અને દેવ ને પરેશાન કરવા લાગ્યો હતો.

આથી દરેક દેવ અને ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે શિવજીને આ વાત કરો. ત્યારે દેવો અને ઋષિઓએ શિવજી ને વિનંતી કરી ત્યારે શિવજી તેમના તપોબળ થી જોયું તો જાલંધરની તાકાત તેની પત્નીના સતિત્વ ને કારણે છે માટે તેમને વિષ્ણુ ને પણ સહાય કરવાનું કહ્યું પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ભેગા મળી જલંધર સાથે યુદ્ધ આરંભ કર્યું અને વિષ્ણુ ભગવાને છલ કરી તેની પત્ની વૃંદાનું સતિત્વ ભંગ કર્યું અને જલંધર મરાયો, આ વાત ની જાણ વૃંદા ને થતા તે ખૂબ વ્યાકુળ અને ગુસ્સે થઈ અને વિષ્ણુ ભગવાન ને કહ્યું કે મેં તમારી ખૂબ ભક્તી કરી તેનું તમે આ ફળ આપ્યું અને તેમને શ્રાપ આપ્યો કે ‘તમે પથ્થર બની જાવ’.

આ સાંભળી દેવ, ઋષિઓ એ વૃંદાને વિનંતી કરી તેથી વૃંદા એ માફી પણ માંગી, વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિ થી પરિચિત હતા માટે તેમને આશ્વાસન આપ્યું કે તમે તુલસી ના છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ, તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું.

આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ ( પથ્થર )) સ્વરુપે પ્રાગટ્ય અને તુલસી વૃક્ષ તરીકે અવતરણ પામ્યા, અને બંને ના લગ્ન પણ કરાવવા માં આવે છે અને ભગવાન વિષ્ણુ તુલસી પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. તુલસી વિવાહ ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યા નું પુણ્ય મળે છે એવી ભાવના ભક્તોમાં રહેલી છે.

આ પણ વાંચો: Bhakti: તમામ એકાદશીનું પુણ્ય પ્રદાન કરશે એક વ્રત ! કયા દિવસે કરશો પ્રબોધિની એકાદશીનું વ્રત ?

આ પણ વાંચો: Bhakti: દેવાધિદેવને અત્યંત પ્રિય છે આ પાંચ પુષ્પ, જાણો કયા આશિષ પ્રદાન કરશે આ પુષ્પ ?

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">